મુલાયમે અખિલેશ યાદવ અને રામ ગોપાલ યાદવને 6 વર્ષ માટે પાર્ટીથી નીકાળ્યા

Posted By:
Subscribe to Oneindia News

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને સમાજવાદીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રો.રામગોપાલ યાદવને એક વાર ફરી 6 વર્ષ માટે પાર્ટીની બહાર નીકાળ્યા છે. મુલાયમ સિંહે રામ ગોપાલ યાદવ પર પાર્ટીને નબળી પડવાનો આરોપ લગાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી અખિલેશ યાદવ આ વાતને નથી સમજી રહ્યા.

akhilesh

નોંધનીય છે કે પાર્ટીમાં 6 વર્ષ માટે નીકાળવા પહેલા મુલાયમ સિંહ યાદવે સીએમ અખિલેશ યાદવને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. અને કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે 2017માં થનારી યુપીની ચૂંટણી માટે અખિલેશ દ્વારા કેમ અલગથી ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.

જે બાદ જ મુલાયમે એક પ્રેસ કોન્ફર્ન્સ કરીને રામગોપાલ યાદવ સમેત અખિલેશ યાદવને બહાર 6 વર્ષ માટે બહાર નીકાળ્યા હતા. મુલાયમે સીએમ અખીલેશ પર જૂથવાદ કરવાનો આરોપ પણ લગાવ્યા છે. અને રામગોપાલ પર સીએમના ભવિષ્યને બગાડવાનો આરોપ પણ લગાવ્યો છે.

ત્યારે મુલાયમસિંહના આ નિર્ણયથી મુખ્યમંત્રી અખિલેશ યાદવનું મુખ્યમંત્રીના પદ પર સંકટ આવ્યો છે. નોંધનીય છે કે હવે તેમને સદનમાં પોતાના પક્ષમાં બહુમત સાબિત કરવો પડશે. ત્યારે આવનારા દિવસોમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ બનશે અખિલેશ યાદવ કે કોઇ બીજું તે તો હવે જોવું જ રહ્યું.

English summary
Ram Gopal Yadav suspended from the party for six years for indiscipline: SP Chief Mulayam Singh Yadav.
Please Wait while comments are loading...