For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના ઘણા ભાગોમાં ચોમાસુ સક્રિય, આ 11 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી

સાઉથ-વેસ્ટ મોનસુન પશ્ચિમ ભારત સાથે હવે મધ્ય ભારતના મોટાભાગના હિસ્સાઓમાં પહોંચી ચૂક્યુ છે.

|
Google Oneindia Gujarati News

સાઉથ-વેસ્ટ મોનસુન પશ્ચિમ ભારત સાથે હવે મધ્ય ભારતના મોટાભાગના હિસ્સાઓમાં પહોંચી ચૂક્યુ છે. બંગાળની ખાડી ઉપર વધુ એક નીચા દબાણવાળુ ક્ષેત્ર બનવાથી દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર બન્યુ છે. જેના કારણે આગલા અમુક કલાકોમાં યુપી અને એમપીના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. વળી, આઈએમડીએ કહ્યુ છે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ક્યાંક ક્યાંક જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં ઘણા સ્થળોએ 17 અને 18 જૂૂને વરસાદની સંભાવના છે.

મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આગલા 5 દિવસમાં ભારે વરસાદની સંભાવના

મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આગલા 5 દિવસમાં ભારે વરસાદની સંભાવના

વળી, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, કોંકણ તેમજ ગોવા, અસમ, પૂર્વ ઉત્તર પ્રદેશ, આંતરિક કર્ણાટક, નાગાલેન્ડ, બિહારના અમુક ભાગો, છત્તીસગઢ, મરાઠવાડા, અરુણાચલ પ્રદેશના અમુક ભાગો, મધ્ય પ્રદેશ અને ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો તેમજ ક્યાંક ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે અને અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં આગલા 5 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગે જારી કર્યુ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે જારી કર્યુ એલર્ટ

તમને જણાવી દઈએ કે નક્કી સમયથી એક સપ્તાહ પહેલા જ મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાના અને ઓરિસ્સામાં વરસાદે દસ્તક દઈ દીધી છે. છેલ્લા બે સપ્તાહમાં આ રાજ્યોમાં જોરદાર વરસાદ થયો છે અને વરસાદનો આ સિલસિલો આગલા 48 કલાક સુધી આમ જ ચાલુ રહેશે. ભારતીય હવામાન વિભાગે સમય પહેલા જ આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ હતુ. આઈએમડીએ કહ્યુ છે કે આગલા 24 કલાકમાં આંધ્રપ્રદેશ, તેલંગાના, વિદર્ભ, મરાઠવાડા, કેરળ, તટીય કર્ણાટક, ગંગીય પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર ભારતના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનુ અનુમાન છે.

સ્કાઈમેટે કહી આ વાત

સ્કાઈમેટે કહી આ વાત

વળી, સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગલા 24 કલાકમાં દેશના ઘણા શહેરોમાં હવામાનનો મિજાજ બદલાવાનો છે. કર્ણાટક, કોંકણ અને ગોવા, ગુજરાત, જમ્મુ કાશ્મીર, મુઝફ્ફરાબાદ, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન છે. એક-બે સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. વળી, દક્ષિણ રાજસ્થાન, પંજાબ, બિહાર, પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના અમુક ભાગોમાં હળવાથી ભારે વરસાદનુ અનુમાન છે.

મુંબઈમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, તીવ્રતા 2.5 માપવામાં આવીમુંબઈમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, તીવ્રતા 2.5 માપવામાં આવી

English summary
Alert: Very Heavy Rain Expected in 11 states of India in Next few Hours says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X