For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિશા રેપ-મર્ડર કેસના આરોપી ઠાર, સ્વાતિ માલીવાલે કહી મોટી વાત

હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓને સજા અપાવવા માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા દિલ્લી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ ગેંગરેપના ચારે આરોપીઓને પોલિસે એનકાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એનકાઉન્ટર નેશનલ હાઈવે-44 પાસે થયુ છે. તમને જણાવી દઈ કે 27-28 નવેમ્બરની રાતે હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે હેવાનિયતની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલિસે ચારે આરોપીઓને ઠાર મારી દીધા છે. ત્યારબાદ આ ગેંગરેપના આરોપીઓને સજા અપાવવા માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલા દિલ્લી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.

Swati Maliwal

સ્વાતિ માલીવાલે આના પર સંતોષ વ્યક્ત કર્યો છે. માલીવાલ હાલમાં મહિલાઓ સામે થતા ગુનાઓને રોકવા વિવિધ માંગો માટે આમરણાંત ઉપવાસ પર છે. તેમના ઉપવાસનો શુક્રવારે ચોથો દિવસ છે. તમને જણાવી દઈએ કે હૈદરબાદરેપ કેસ બાદ જ માલીવાલ ઉપવાસ પર બેઠા હતા.

તમને જણાવી દઈએ કે હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસના ચારે આરોપીઓનુ એનકાઉન્ટર કરી દેવામાં આવ્યુ છે. ચારે આરોપી પોલિસ રિમાન્ડમાં હતા અને તેમને ગુરુવારે મોડી રાતે નેશનલ હાઈવે-44 પર ક્રાઈમ સીન પર લઈ જવામાં આવ્યા હતા. પોલિસ સૂત્રોનુ કહેવુ છે કે ક્રાઈમ સીન રિક્રિએટ કરવાની કોશિશ દરમિયાન આરોપીઓએ પોલિસ પાર્ટી પર હુમલો કરી દીધો અને ધુમ્મસનો ફાયદો ઉઠાવીને ભાગવાની કોશિશ કરી, ત્યારબાદ પોલિસે એનકાઉન્ટરમાં ચારે આરોપીઓને મારી દીધા. લાશોનુ પંચનામુ કરવામાં આવી રહ્યુ છે અને સ્થળ પર ભારે પોલિસ બળ તૈનાત છે. હાલમાં પોલિસે આ બધાના શબોને સ્થળ પરથી હટાવી લીધા છે જેથી કોઈ પણ પ્રકારનો હોબાળો ના થઈ શકે.

આ પણ વાંચોઃ હૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાનીઆ પણ વાંચોઃ હૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ સીન રિક્રિએટ અને પછી ચારેના મોત, જાણો એ સમયની કહાની

English summary
All four men accused in the Hyderabad rape and murder case have been killed in a police encounter see Swati Maliwal Reactions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X