કાનપુર રેલ દુર્ઘટના પાછળ કોનો હાથ છે? 150 લોકોના મૃત્યુ પાછળ જવાબદાર શમશુલ હુદા

Written By:
Subscribe to Oneindia News

ગત વર્ષે નવેમ્બરમાં કાનપુર માં થયેલી મોટી રેલ દુર્ઘટનાના માસ્ટરમાઇન્ડ અને આઇએસઆઇ એજન્ટ શમશુલ હુદાની નેપાળ ના કાઠમાંડૂમાંથી ધરપકડ કરવામાં આવી છે. નેપાળ પોલીસની સ્પેશ્યિલ ટીમે હુદાને ત્રિભુવન ઇ્ટરનેશનલ એરપોર્ટ પર પકડી પાડ્યો હતો, તે દુબઇ ભાગવાની ફિરાકમાં હતો. ભારતીય ગુપ્ત એજન્સિ આઇબી, રૉ અને એનઆઇએ ની ટીમ પહેલેથી જ નેપાળ પહોંચી ગઇ હતી. સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર શમશુલ હુદાએ પૂછપરછમાં પાકિસ્તાન સાથેનું કનેક્શન સ્વીકાર્યું છે. ઉલ્લેખનીય છે કે, કાનપુર રેલ દુર્ઘટનામાં લગભગ 150 લોકો મૃત્યુ પામ્યા હતા.

shamshul huda

કાગળિયા અને દસ્તાવેજોની તપાસમાં જાણવા મળ્યું કે, શમશુલ હુદા નેપાળનો નાગરિક છે, તે નેપાળના લુમ્બિનીનો રહેવાસી છે. તેની ઉંમર 38 વર્ષ છે અને તેને નેપાળી ભાષા સાથે હિંદી ભાષા પણ સારી રીતે બોલતા અને લખતા આવડે છે. શમશુ હુદા પાકિસ્તાની એજન્સિ આઇએસઆઇ સાથે મળીને ભારત વિરોધી કામ કર્યું છે. કાનપુર રેલ દુર્ઘટના પાછળ મહત્વનો ભાગ ભજવવા સિવાય તે ભારતમાં ઘણા વિસ્ફોટ કરવાના કાવતરા પણ ઘડી ચૂક્યો છે.

નેપાળમાં એક રેડિયો ચેનલ ચલાવે છે હુદા

ભારતના મટા શહેરો અને ટ્રેનો પર નિશાન સાધવા પાછળ હુદાનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. હુદા નેપાળથી ચૂંટણી પણ લડી ચૂક્યો છે અને ત્યાં એક રેડિયો ચેનલ પણ ચલાવે છે. તપાસ એજન્સિઓએ વર્ષ 2016માં દુબઇથી નેપાળ કરવામાં આવેલા એક કોલને ઇંટરસેપ્ટ કર્યો હતો, જેમાં મોદી સરકારને હલાવવાની મોટી યોજનાનો ખુલાસો થયો હતો.

અહીં વાંચો - હાર્દિક પટેલે મુંબઇમાં કરી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત

પાકિસ્તાની એજન્સિ આઇએસઆઇ એ શમશુલ હુદા દ્વારા ભારત વિરુદ્ધ નવી આતંકી યોજના ઘડી હતી. આ યોજનામાં નેપાળ-બિહાર બોર્ડરના અપરાધીઓ અને બિહારની જેલોમાં બંધ ઘણા શાતિર બદમાશોનો પણ સમાવેશ કરાવમાં આવ્યો હતો. આ લોકોને જ શમશુલે ટ્રેન ઉડાવવાનું કામ સોંપ્યુ હતું.

English summary
Shamsul Huda, the alleged Dubai-based mastermind behind an alleged ISI-backed plot to cause train accidents in India by planting IEDs on the railway tracks, has been arrested in Nepal.
Please Wait while comments are loading...