મહાકુંભમાં વંસત પંચમીએ આજે અંતિમ શાહી સ્નાન

સ્નાન માટે વહેલી સવારથી લોકો ઘાટ પર પહોંચીને તૈયારીમાં લાગી ગયા છે. સરસ્વતી પુજાના દિવસે આ પવિત્ર સ્નાનનું અલગ મહત્વ પણ છે. તેથી તો મૌની અમાવસ્યાની દુર્ઘટના છતાં આજે પણ એવી આશા છે કે આ શાહી સ્નાન કરવા માટે બે કરોડ લોકો પહોંચશે.
પ્રશાસને તેના માટે સારી વ્યવસ્થા કરી રાખી છે. રેલવે સ્ટેશને સુરક્ષા અને સતર્કતા રાખવામાં આવી હી છે. ગત રાત્રે કુંભ મેળાના સેક્ટર ચારમાં આગ લાગી ગઇ હતી, જેમાં એકનું મોત થયું છે, બીજી તરફ મહાનિર્માણી અખાડાએ પગપાળા જવાનો નિર્ણય કર્યો છે. તે પોતાના જુલૂસમાં ઢોલ અને નગારાનો ઉપયોગ નહીં કરે, પહેલું સ્નાન આ અખાડાનું હશે.
પ્રશાસનની તૈયારીઓ પૂર્ણ
વસંત પંચમી પર સંગમમાં પવિત્ર સ્નાન માટે તીર્થયાત્રીઓ સુરક્ષિત પરત ફરી શકે તે માટે આગામી ત્રણ દિવસો સુધી નિયમિત ચાલનારી ટ્રેનો ઉપરાંત ઓછામાં ઓછી 70 સ્પેશિયલ ટ્રેન પણ ચલાવવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ રોડવેઝે 1500 બસ વધારે ચલાવી છે.
મેળા ક્ષેત્રમાં ભીડને નિયંત્રિત કરવા માટે સુરક્ષાદળોને વધારે એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. મેળા ક્ષેત્રમાં અર્ધ સૈનિક દળોના જવાનોની સાથોસાથ રાજ્ય પોલીસ અને હોમગાર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાંતીય સશસ્ત્ર દળ અને એટીએસના જવાનો પણ તેનાત કરવામાં આવ્યા છે. ઘાટો પર જળ પોલીસ સેનાના જવાન પણ તેનાત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
