હાઇ કોર્ટ: ત્રણ તલાક ગેરબંધારણીય, પર્સનલ લો બંધારણથી ઉપર નહિ

Subscribe to Oneindia News

ત્રણ તલાક મુદ્દે અલાહાબાદ હાઇ કોર્ટે મોટી ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યુ કે ત્રણ તલાક ગેરબંધારણીય છે, આ મુસ્લિમ મહિલાઓના અધિકારોનું હનન છે. કોર્ટે જણાવ્યુ કે કોઇ પણ પર્સનલ લો બંધારણથી ઉપર હોઇ શકે નહિ. કોર્ટે ત્રણ તલાક પર આકરી ટીપ્પણી કરતા કહ્યુ કે બંધારણથી ઉપર કંઇ હોઇ શકે નહિ, કોઇ પણ પર્સનલ લો બંધારણથી ઉપર હોઇ શકે નહિ. કોર્ટે ત્રણ તલાકને મહિલાઓના અધિકારોનું હનન ગણાવ્યુ છે.

muslim

ઇસ્લામિક સ્કોલર શહરયાર ખાને કોર્ટના આ ચૂકાદાનું સ્વાગત કરતા કહ્યુ કે કોર્ટે શાનદાર ચૂકાદો આપ્યો છે. કોર્ટના આ ચૂકાદાને શહરયાર ખાને ઐતિહાસિક ચૂકાદો ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ તલાકને અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે અમે અમારે દીકરીઓ અને મહિલાઓ સાથે અન્યાય નહિ થવા દઇએ.

English summary
Allahabad High Court says "triple talaq is unconstitutional, it violates the rights of Muslim women". No Personal Law Board is above the Constitution.
Please Wait while comments are loading...