કોંગ્રેસની ટીકીટ પર નોઇડાથી ચૂંટણી લડી શકે છે અમર સિંહ

Google Oneindia Gujarati News

નોઇડા, 6 માર્ચઃ લોકસભા ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં તમામ રાજકીય દળો જોડ-તોડના સમીકરણમાં વ્યસ્ત છે. આ ક્રમમાં એક એવા સમાચાર સામે આવી રહ્યાં છે, જે ક્રમમાં એક એવા સમાચાર સામે આવી રહ્યાં છે જે રાજકીય દ્રષ્ટિકોણથી ઘણા મહત્વના છે અને હૈરાન કરી મુકે તેવા પણ છે. સમાચાર છે કે એક સમયમાં સપા સુપ્રમો મુલાયમ સિંહ યાદવના જમણો હાથ કહેવાતા પૂર્વ સપા નેતા અમર સિંહ કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. એટલું જ નહીં, સત્તારૂઢ પાર્ટી તેમને ગૌતમ બુદ્ધ નગરથી ચૂંટણી પણ લડાવી શકે છે. તમને જણાવી દઇએ કે ફેબ્રુઆરી 2010માં તેમને અને અભિનેત્રી સાંસદ જયા પ્રદાને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

amar-singh
ત્યારબાદ વર્ષ 2011માં અમર સિંહે રાષ્ટ્રીય લોકમંચ નામથી પોતાની એક અલગ પાર્ટી બનાવી લીધી હતી અને પછી 2012માં ઉત્તરપ્રદેશમાં 260 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી પરંતુ પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નહોતું. સૂત્રોની વાત માનીએ તો અમર સિંહને પોતાની ઘટતી શક્તિનો અંદાજો આવી ગયો અને તેમણે કોંગ્રેસ સાથે જોડાવાની ચર્ચાઓ જોર પકડવા લાગી. તમને જણાવી દઇએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં અમર સિંહે બે વાર કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૌથી મહત્વની વાત એ છે કે 4 માર્ચે જ્યારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થઇ તો તેમાં ગૌતમ બુદ્ધ નગર(નોઇડા)ના સંભવિતો ઉમેદવારોમાં અમર સિંહના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગૌમત બુદ્ધ નગરમાં ઠાકુર વોટ મોટી સંખ્યામાં છે, તેથી કોંગ્રેસ પણ એક એવા ચહેરાના શોધણાં છે જે જાતિએ ઠાકુર હોય અને યુપીના રાજકારણનો એક જાણીતો ચહેરો પણ હોય. અમર સિંહનું કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચા એ વાતથી પણ જોર પકડી રહ્યું છે કે તેમના ઘણી જ નજીક અને ખાસ મનાતા જયા પ્રદા મુરાદાબાદથી કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે અને સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ એ વાત પર મહોર મારી દીધી છે.

English summary
If sources in Congress are to be believed, former Samajwadi Party leader Amar Singh is all set to join Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X