સાઇટ સીન જોવાની લાલચમાં 7 લોકોના પ્રાણ ગયા?

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ગુજરાતથી અમરનાથ યાત્રા માટે આવેલી બસ પર આતંકીઓએ હુમલો કર્યો. જેમાં 5 મહિલાઓ સમેત 7 ગુજરાતીઓના પ્રાણ ગયા. જો કે અમરનાથ યાત્રાને દર વર્ષે ભારે સુરક્ષા વ્યવસ્થા સાથે પાર પાડવામાં આવે છે. અને આ વર્ષે તો ગુપ્તચર એજન્સી દ્વારા આંતકી બુરહાન વાનીની વરસી પર અમરનાથ યાત્રા પર આંતકી હુમલો થશે તેવા ઇનપુટ પણ મળ્યા હોવાથી સુરક્ષા વ્યવસ્થાને સઘન કરવામાં આવી હતી. ત્યારે કેવી રીતે આતંકીઓ યાત્રીઓની આ બસ આતંકીઓ સામે આવી ચડી અને આ દુર્ઘટના થઇ ગઇ તે અંગે હાલ અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. પોલીસ પણ તપાસ કરી રહી છે. પણ જે પ્રાથમિક જાણકારીઓ બહાર આવી છે તે ખરેખરમાં ચોંકવનારી છે.

Amarnath Yatra terror attack

શરૂઆતી તપાસમાં બહાર આવ્યું છે કે અમરનાથ યાત્રા માટે તમામ બસોએ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે જેથી તેમને પુરતી સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે દરેક બસની આગળ પાછળ આર્મીની ગાડીઓ હથિયારબંધ જવાનો સાથે ફરતી રાખવામાં આવે છે. જેથી કરીને અમરનાથ યાત્રા પર આવેલા યાત્રીઓ જોડે કોઇ આવો બનાવ ના બને. પણ જે જાણકારી મળી છે તે મુજબ આ બસે અમરનાથ યાત્રા માટે યોગ્ય રીતે રજિસ્ટ્રેશન નહતું કરાવ્યું તેવું બહાર આવ્યું છે જેના કારણે તે આર્મીની ગાડીઓ વગર એકલી જ તે હાઇ વે પર હતી જ્યાં નિયમ મુજબ સાંજના 7:30 પછી જવાની મનાઇ છે. નોંધનીય છે કે આ હુમલો રાતે 8:20 થયો છે. આમ ટૂર ટ્રાવેલ વાળાએ એક સાથે અનેક નિયમો તોડ્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

Amarnath Yatra terror attack

વધુમાં ઇજાગ્રસ્તો પાસેથી પણ જે જાણકારી મળી છે તે મુજબ સાઇટ સીન કરવાની લાલચ પણ આ હુમલા માટે એક મહત્વનું કારણ બનીને સામે આવ્યું છે. ત્રણ બસો સાથે ગુફાથી નીકળી હતી પણ સાઇટ સીન કરવાની લાલચમાં આ બસ બાકીની બસોથી પાછળ રહી ગઇ અને આર્મી પર હુમલો કરવા આવેલા આંતકીઓની સામે આવી ચઢતા તેમની તક મળી. આમ પ્રાથમિક તપાસમાં અનેક તેવા પાસા જાણવા મળ્યો છે જે ખરેખરમાં ચોંકવનારા છે. આમ પણ ગુજરાતીઓ જ્યારે પ્રવાસ પર નીકળે છે ત્યારે નિયમો તોડવા, એક બે જગ્યા વધુ કવર કરી લેવી તેવી આદતો હોય જ છે. ત્યારે આ હુમલાથી આપણે ખરેખરમાં શીખ લેવાની જરૂર છે.

English summary
Amarnath Yatra terror attack: Police claim bus driver carrying pilgrims violated plying hours.
Please Wait while comments are loading...