For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેન બોલ્યા, બંગાળી સંસ્કૃતિ સાથે જયશ્રી રામનો નારો જોડાયેલ નથી

નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેન બોલ્યા, બંગાળી સંસ્કૃતિ સાથે જયશ્રી રામનો નારો જોડાયેલ નથી

|
Google Oneindia Gujarati News

કલકાત્તાઃ પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારાને લઈ નિવેદનબાજીની વચ્ચે નોબેલ પુરસ્કારથી સન્માનિત ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનની આવા પ્રકારની પ્રતિક્રિયા આવી છે. અમર્ત્ય સેને કહ્યું કે મા દુર્ગાની જેમ જય શ્રીરામઉદ્ઘોષ બંઘાળી સંસ્કૃતિથી જોડાયેલ નથી અને બંગાળમાં આવો ઉપયોગ લોકોને મારવાના બહાને કરવામાં આવી રહ્યો છે. અમર્ત્ય સેને જાધવપુર યૂનિવર્સિટીમાં કહ્યું કે માં દુર્ગા બંગાળના લોકોના જીવનમાં સર્વવ્યાપ્ત છે.

આજકાલ બંગાળમાં નવમી પણ વધુ મનાવાય રહી છે- સેન

આજકાલ બંગાળમાં નવમી પણ વધુ મનાવાય રહી છે- સેન

આમર્ત્ય સેને કહ્યું કે જય શ્રીરામનો નારો બંગાળી સંસ્કૃતિ સાથે જોડાયેલ નથી. તેમણે કહ્યું કે આજકાલ બંગાળમાં રામનવમીનો તહેવાર પણ વધુ મનાવાઈ રહ્યો છે જે પહેલા ક્યારેય જોવા નહોતું મળતું. નોબેલ પુરસ્કાર વિજેતા આમર્ત્ય સેને કહ્યું, હું મારી ચાર વર્ષની પૌત્રીને પૂછ્યું કે તારા પસંદીત ભગવાન કોણ છે? તેણે મા દુર્ગા વિશે જણાવ્યું. મા દુર્ગા અમારા જીવનમાં સર્વવ્યાપ્ત છે.

લોકોને મારવા માટે બધું નાટક

લોકોને મારવા માટે બધું નાટક

અર્થશાસ્ત્રીએ કહ્યું કે મને લાગે છે કે જય શ્રીરામ જેવા નારાને લોકોને મારવાના બહાને ઉપયોગમાં કરવામાં આવી રહ્યો છે. સેનનું નિવેદન એવી કેટલીક ઘટના બાદ આવ્યું છે જેમાં અલગ અલગ જગ્યાએ લોકોના એક વર્ગને જય શ્રી રાનો નારો ન લગાવવા પર તેમની પિટાઈ કરવામાં આવી હતી. આને લઈ રાજકારણ ગરમાયું છે.

ગરીબી પર બોલ્યા અમર્ત્ય સેન

ગરીબી પર બોલ્યા અમર્ત્ય સેન

ગરીબી પર બોલતા અમર્ત્ય સેને કહ્યું કે માત્ર ગરીબ લોકોની આવકનું સ્તર વધવાથી તેમના હાલાતમાં સુધારો નહિ થાય. તેમણે કહ્યું કે બુનિયાદી સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ અને સામાજિક સુરક્ષાથી તેમના જીવન સ્તરને સુધારી શકાશે. જણાવી દઈએ કે જય શ્રીરામના નારાને લઈ પશ્ચિમ બંગાળમાં રાજનીતિ પાછલા કેટલાક સમયથી ગરમાઈ છે. બંગાળની રાજનીતિમાં આ નારાને કારણે અલગ જ રાજકારણ દ્વંદ છેડાઈ ગયો છે અને આને લઈ ટીએમસી અને ભાજપની વચ્ચે તણાવ પણ વધ્યો છે.

સુરતઃ મૉબ લિંચિંગને લઈ નિકળેલ મૌન જુલૂસ થયું હિંસક, પોલીસ પર પથ્થરમારો, કલમ-144 લાગૂસુરતઃ મૉબ લિંચિંગને લઈ નિકળેલ મૌન જુલૂસ થયું હિંસક, પોલીસ પર પથ્થરમારો, કલમ-144 લાગૂ

English summary
amartya sen gave statement on a slogan of jay shri ram, he says its not in bengali culture
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X