આંબેડકર જયંતિ 2022: પીએમ મોદી, માયાવતીએ ડૉ. ભીમરાવ આંબેડકરને આપી શ્રદ્ધાંજલિ, કહી આ વાતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતિ પર તેમને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતિ પર તેમને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી. લખનઉમાં બહુજન સમાજ પાર્ટી(બસપા) પ્રમુખ માયાવતીએ ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ ટ્વિટ કર્યુ, 'ડૉ. બાબાસાહેબને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમણે ભારતની પ્રગતિમાં અમિટ યોગદાન આપ્યુ છે. આ આપણા દેશ માટે તેમના સપાને પૂરા કરવાની અમારી પ્રતિબદ્ધતાનુ પુનરાવર્તન કરવાનો દિવસ છે.'

બસપા પ્રમુખ માયાવતીએ આંબેડકર જયંતિ પર ટ્વિટ કરીને કહ્યુ, 'બંધારણના શિલ્પી પરમપૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતિ પર તેમના અનુયાયીઓ તરફથી તેમને કોટિ-કોટિ વંદન તેમજ હાર્દિક શ્રદ્ધા-સુમન. કરોડો નબળા તેમજ ઉપેક્ષિત વર્ગો તથા મહેનતી સમાજ વગેરેના હિત તેમજ કલ્યાણ માટે તેમના મહાન તેમજ ઐતિહાસિક યોગદાન માટે દેશ હંમેશા ઋણી તેમજ કૃતજ્ઞ.'
માયાવતીએ આગળ કહ્યુ, 'જાતિવાદી માનસિકતાથી ગ્રસ્ત વિરોધી પાર્ટીઓ તેમજ તેમની સરકારો ડૉ.બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષો તેમજ સંદેશોની કેટલી અવહેલના કરીને તેમના અનુયાયીઓ પર શોષણ, અન્યાય-અત્યાચાર તેમજ દ્વેષ વગેરે ચાલુ રાખે પરંતુ તેમના આત્મ-સમ્માન તેમજ સ્વાભિમાનનુ બસપા મૂવમેન્ટ અટકવાનુ કે ઝૂકવાનુ નથી.'
બસપા પ્રમુખે પોતાના ત્રીજા ટ્વિટમાં કહ્યુ કે જાતિવાદી સરકારો ઉપેક્ષિત વર્ગના નેતાઓને પોતાના સમાજનુ ભલુ કરવાની છૂટ નથી આપતી. જો કોઈ કંઈ કરવાનો પ્રયત્ન કરે તો તેને દૂધમાંથી માખીની જેમ બહાર કાઢી દેવામાં આવે છે, આવુ જ અત્યાર સુધી અહીં થતુ આવ્યુ છે. માટે આ વર્ગોની સ્થિતિ હજુ સુધી મજબૂર તેમજ લાચાર છે, આ અતિ-દુઃખદ.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
