ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા અમેરિકાએ ભારત સાથે ટ્રેડ ડીલનો કર્યો ઈનકાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ટ્રમ્પની આ યાત્રા બે દિવસની હશે. આ પ્રવાસ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ઘણી સમજૂતી પણ થવાની આશા છે. જો કે બંને દેશોમાં કોઈ પણ મોટી વેપારી સમજૂતી નહિ થાય. વાસ્તવમાં ટ્રમ્પના પ્રવાસની બરાબર પહેલા અમેરિકા ભારત સાથે વેપારી સમજૂતી કરવાથી પાછળ હટી ગયા છે. વળી, અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પોતાના પ્રવાસ પર ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની સંભાવનાનો ઈનકાર કરી ચૂક્યા છે.
ઈન્ડિયાની ખાસ ખબર મુજબ 24 ફેબ્રુઆરીથી શરૂ થતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે ભારતે અમેરિકા સાથે કોઈ મોટી ટ્રેડ ડીલ કરવાથી પોતાના પગ પાછા ખેંચી લીધા છે. જો કે હવે ભારતના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યુ છે કે ભારતે નહિ પરંતુ અમેરિકાએ એન ટાઈમે કોઈ મોટો વેપારી સોદો કરવાનો ઈનકાર કરી દીધો. તમને જણાવી દઈએ કે પોતાના બે દિવસીય ભારત પ્રવાસ પહેલા વૉશિંગ્ટનમાં પત્રકારોને કહ્યુ કે વેપાર બાબતે ભારતે અમેરિકા સાથે 'બહુ સારો' વ્યવહાર નથી કર્યો પરંતુ 'હું પ્રધાનમંત્રી મોદીને ખૂબ પસંદ કરુ છુ.' ટ્રમ્પના પ્રવાસને જોતા ભારતમાં તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે.
થઈ શકે છે 25 હજાર કરોડ ડિફેન્સ ડીલ
સરકારી સૂત્રો મુજબ શિખર બેઠકમાં બંને દેશો વચ્ચે પાંચ સમજૂતી કરવાની તૈયારીઓ થઈ રહી છે. આમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયાના રક્ષા સોદા પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. કેન્દ્રીય મંત્રીમંડળની રક્ષા સંબંધી સમિતિએ હાલમાં જ નૌસૈના માટે 24 રોમિયો મલ્ટીમિશન હેલીકોપ્ટર, વાયુસેના માટે છ અપાચે યુદ્ધક હેલીકોપ્ટર અને છ પી 8 આઈ સમુદ્રી ટોહી વિમાન ખરીદવાના સોદાને મંજૂરી આપી છે. આની આપૂર્તિ 2023-24 સુધી થવાની સંભાવના છે. આ ઉપરાંત ટ્રમ્પ મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ એફ-18, એફ-15 ઈએક્સ અથવા એફ-16નુ ઉન્નત સંસ્કરણ એફ-21 સંયુક્ત રીતે બનાવવાનો પ્રસ્તાવ પણ કરી શકે છે. બંને દેશોએ રક્ષા પ્રોદ્યોગિકી તેમજ વેપાર પહેલ (ડીટીટીઆઈ) હેઠળ સાત પરિયોજનાઓને ચિહ્નિત કરી છે.
H1B વિઝા માટે ભારતની ચિંતાઓ પર પણ થઈ શકે છે વાતચીત
સૂત્રોએ જણાવ્યુ કે બંને પક્ષોએ નિર્ણય કર્યો છે કે આ કરાર પર ઉતાવળ નહી કરવામાં આવે. આના પર સ્વાભાવિક ગતિથી સંમતિ બનવા દેવામાં આવશે અને નાગરિકાના હિતોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણપણે સંમતિ થવા પર હસ્તાક્ષર કરવામાં આવશે. અમે આના માટે કોઈ તારીખ નક્કી કરવા નથી ઈચ્છતા. બેઠકમાં પ્રવાસી ભારતીયો ખાસકરીને પ્રોફેશનલ યુવાનો માટે એચ1બી વિઝા માટે ભારતની ચિંતાઓ, આતંકવાદ સામે લડત, અફઘાનિસ્તાનની સ્થિતિ, ઉર્જા સુરક્ષા વગેરે પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ લેંડમાર્ક હોટલના શેફ બનાવશે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભોજન, PM મોદીએ કર્યુ ટ્વિટ