For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરીકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રંપનું દિલ્હીની સ્કુલમાં થયું ભવ્ય સ્વાગત, બાળકો સાથે કરી મુલાકાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પે આજે દિલ્હીની એક સરકારી શાળાની મુલાકાત લીધી હતી. અહીંના સ્કૂલનાં બાળકોએ મેલેનિયાને ભવ્ય સ્વાગત કર્યું હતું. મિલેનિ

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પે આજે દિલ્હીની એક સરકારી શાળાની મુલાકાત લીધી હતી. અહીંના સ્કૂલનાં બાળકોએ મેલેનિયાને ભવ્ય સ્વાગત કર્યું હતું. મિલેનિયા વિદ્યાર્થીઓને મળીને ખુબ ખુશ જોવા મળી. તેમણે અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી. આ સમય દરમિયાન, તેમણે દિલ્હીની સરકારી શાળાઓમાં હેપિનેસ વર્ગો વિશે પણ જાણકારી મેળવી હતી.

વિદ્યાર્થીનીઓએ હાર પહેરાવ્યો

વિદ્યાર્થીનીઓએ હાર પહેરાવ્યો

મિલેનિયા ટ્રમ્પ સર્વોદય કો-એડ સિનિયર સેકન્ડરી સ્કૂલ પહોંચ્યા હતા. અહીં વિદ્યાર્થીઓએ તેમને ગળા પર માળા પહેરાવી અને તેમને મધુબાની પેઇન્ટિંગ્સ ભેટ તરીકે આપી હતી. મેલેનિયાએ વિદ્યાર્થીઓનો યોગ વર્ગ જોયો, સાથે સાથે પરંપરાગત સ્વાગત માટે તેમનો આભાર માન્યો હતો.

'આ એક સુંદર શાળા છે'

'આ એક સુંદર શાળા છે'

ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પે કહ્યું, નમસ્તે, આ એક સુંદર શાળા છે. મને પરંપરાગત નૃત્યમાં આવકારવા બદલ આભાર. હું પહેલીવાર ભારત આવી છું, અહીંના લોકો ખૂબ જ દયાળુ છે.

હું પણ બાળકો સાથે કામ કરું છું

હું પણ બાળકો સાથે કામ કરું છું

મેલેનિયાએ કહ્યું, "અમેરિકામાં પણ, તમારી જેમ, હું પણ મારી 'બી બેસ્ટ' પહેલ દ્વારા સમાન વિચારોને પ્રોત્સાહન આપવા બાળકો સાથે કામ કરું છું." 'બી બેસ્ટ' ના ત્રણ સ્તંભોમાં માદક દ્રવ્યોના જોખમો, ઓનલાઇન સલામતીનું મહત્વ અને બાળકોના સંપૂર્ણ કલ્યાણનો સમાવેશ થાય છે.

ટ્રમ્પ પોતાના પરિવાર સાથે ભારત આવ્યા છે

ટ્રમ્પ પોતાના પરિવાર સાથે ભારત આવ્યા છે

તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે તેમની બે દિવસીય ભારત મુલાકાત માટે આવ્યા છે. તેમની સાથે તેમની પત્ની મિલેનીયા ટ્રમ્પ, પુત્રી ઇવાન્કા, જમાઈ જેરેડ કુશનર અને તેમના વહીવટના વરિષ્ઠ અધિકારીઓ પણ છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી, તો બીજી તરફ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ દિલ્હી સરકારની એક શાળામાં પહોંચી છે.

આ પણ વાંચો: દિલ્લીમાં કેટલી હદે ફાટી નીકળી હતી હિંસા, જુઓ હિંસાના ફોટા

English summary
America's First Lady Melania Trump welcomes Delhi school to meet children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X