CDS બિપિન રાવતના મોત પાછળ ચીનનો હાથ? ગ્લોબલ ટાઈમ્સે અમેરિકા સવાલ ઉઠાવ્યા!
નવી દિલ્હી, 09 ડિસેમ્બર : ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું બુધવારે એક દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું. જેના માટે વિશ્વભરમાંથી શોક સંદેશાઓ આવી રહ્યા છે. અમેરિકા, ઈઝરાયેલ, રશિયા, જાપાન અને પાકિસ્તાન જેવા દેશોએ જનરલ બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને સાચા યોદ્ધા ગણાવ્યા છે. પરંતુ ઘણા લોકો આ અકસ્માત પાછળ ચીનને શંકાસ્પદ માની રહ્યા છે, ત્યારબાદ હવે ચીને અમેરિકાને વચ્ચે ખેંચ્યું છે અને અમેરિકા અકસ્માત પાછળનું કારણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

ચીન પર સવાલો ઉઠ્યા
સોશિયલ મીડિયા પર લોકો જનરલ બિપિન રાવતના મૃત્યુની તુલના તાઈવાનના એક જનરલના મૃત્યુ સાથે કરવા લાગ્યા છે, જે ચીનનો સૌથી મોટા વિરોધી હતા અને જેનું ગયા વર્ષે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તાઈવાનના ટોચના સૈન્ય અધિકારી જનરલ શેન યી-મિંગનું હેલિકોપ્ટર પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં સૈન્ય વડા સાથે વધુ 8 સૈન્ય અધિકારીઓના મોત થયા છે. જનરલ શેન યી-મિંગ અત્યંત શક્તિશાળી ગણાતા અમેરિકન બ્લેક હોક હેલિકોપ્ટરમાં સવાર હતા. રાજધાની તાઈપેઈ નજીક ખરાબ હવામાનને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જનરલના મૃત્યુ પછી ઘણા લોકોને શંકા હતી કે આ અકસ્માત પાછળ ચીનનો હાથ હોઈ શકે છે.

શેન યી-મિંગ અનુભવી અધિકારી હતા
ભારતીય CDS જનરલ બિપિન રાવતની જેમ શેન યી-મિંગ અત્યંત અનુભવી લશ્કરી અધિકારી હતા અને અકસ્માત દરમિયાન હેલિકોપ્ટરના ટુકડાઓમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. જાન્યુઆરી 2020 માં તાઇવાનના ટોચના સૈન્ય અધિકારી શેન યી-મિંગનું હેલિકોપ્ટર ત્યારે ક્રેશ થયું જ્યારે દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની હતી અને આખો દેશ મતદાનમાં વ્યસ્ત હતો. તેથી ઘણા સંરક્ષણ નિષ્ણાતોએ તાઈવાનના સંરક્ષણ વડાના મૃત્યુ પાછળ શંકા વ્યક્ત કરી હતી, કારણ કે તેઓ ચીનના સૌથી મોટા વિરોધીઓમાંના એક માનવામાં આવતા હતા અને તેમણે ઘણી વખત ચીન વિરુદ્ધ આક્રમક નિવેદનો આપ્યા હતા.

ભારતીય સંરક્ષણ નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યા
હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ જનરલ રાવતના મૃત્યુ પછી ભારતના સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ તેમના મૃત્યુની તુલના તાઈવાન આર્મી ચીફના મૃત્યુ સાથે કરી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, એવા સમયે જ્યારે ચીન સાથેની સરહદ પર છેલ્લા 20 મહિનાથી ભારે તણાવ છે ત્યારે ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 11 સૈન્યના જવાનો હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા આનાથી વધુ ખરાબ સમય કંઈ ન હોઈ શકે. ચેલાનીએ આગળ લખ્યું કે, જનરલ રાવત અને તાઈવાનના સૈન્ય અધિકારીનું મૃત્યુ આ ઘટનાઓ સમાનતા ધરાવે છે. બંને હેલિકોપ્ટર ક્રેશમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના સામે આક્રમક વલણ દાખવનારા અધિકારીઓને દૂર કરવામાં આવ્યા.

આ આરોપોથી ચીન બોખલાયુ
ભારતીય સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મા ચેલાનીના આરોપોથી ચીન બોખલાયુ છે અને ચીનના મીડિયા ગ્લોબલ ટાઈમ્સે બ્રહ્મા ચેલાનીના આરોપનો જવાબ આપતા અમેરિકાને વચ્ચે ખેંચ્યું છે. બ્રહ્મા ચેલાનીના ટ્વીટનો જવાબ આપતા ચીને કહ્યું છે કે, બ્રહ્મા ચેલાનીના દૃષ્ટિકોણથી વિચારીએ તો એવું લાગે છે કે જે હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત માર્યા ગયા તેની પાછળ અમેરિકાનો હાથ છે.
#COMMENT
— Global Times (@globaltimesnews) December 8, 2021
This view is like suspecting the US played a role in the crash because India and Russia are moving forward with the delivery of a Russian S-400 missile defense system, which the US strongly opposed. @Chellaney pic.twitter.com/cGgEhNrukT
S-400 મિસાઇલ ડીલનો ઉલ્લેખ
ચીની સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે પોતાના ટ્વીટમાં અમેરિકાની સાથે રશિયાની S-400 મિસાઈલ સિસ્ટમનો પણ ઉલ્લેખ કર્યો છે. ગ્લોબલ ટાઈમ્સે તેના ટ્વીટમાં લખ્યું છે કે, જો તમે ચેલાનીની જેમ વિચારો છો તો દુર્ઘટના પાછળ અમેરિકાની ભૂમિકા નજર આવે છે, જેમાં ભારતીય સીડીએમ જનરલ બિપિન રાવતનું મોત થયું હતું. કારણ કે અમેરિકાના જોરદાર વિરોધ બાદ પણ ભારતે રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવાનો નિર્ણય બદલ્યો નથી. બીજી તરફ ચેલાનીએ ગ્લોબલ ટાઈમ્સ પર તેમના ટ્વીટનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, દુઃખની વાત છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી લોકોની ભ્રષ્ટ માનસિકતા દર્શાવે છે. ચેલાનીએ નોંધ્યું હતું કે, હિમાલયના મોરચે યુદ્ધ જેવી પરિસ્થિતિ અને તે સમય દરમિયાન રાવતના મૃત્યુથી વધુ ખરાબ સમય કોઈ હોઈ શકે નહીં.

ભારતીય સેનાનું આધુનિકીકરણ
તમને જણાવી દઈએ કે ભારતના સીડીએસ જનરલ બિપિન રાવત ભારતીય સેનાને આધુનિક બનાવી રહ્યા હતા અને ભારતમાં થિયેટર કમાન્ડ બનાવવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું હતું અને એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આવનારા કેટલાક વર્ષોમાં ભારતીય સેનાના અમેરિકા અને ચીનની સેના જેમ જ અલગ-અલગ થિયેટર કમાન્ડ પણ હશે, જેના હેઠળ આર્મી, એરફોર્સ અને નેવી સાથે મળીને કામ કરશે. થિયેટર કમાન્ડની રચના એ જનરલ બિપિન રાવતનો ડ્રીમ પ્રોજેક્ટ હતો અને આ માટે તે સતત ત્રણેય સેનાઓ સાથે બેઠક કરી યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા હતા. પરંતુ, જનરલ બિપિન રાવતના નિધન બાદ ભારતના આ પ્રોજેક્ટને ભારે ફટકો પડી રહ્યો છે.

રાવતે આ હોદ્દાઓ પર કામ કર્યું
ભારતીય સેનાના સર્વોચ્ચ પદ પર પહોંચેલા જનરલ બિપિન રાવતે તેમની સૈન્ય કારકિર્દી લેફ્ટનન્ટ તરીકે શરૂ કરી હતી અને ત્યારબાદ તેઓ મિલિટરી ઓપરેશન્સ ડિરેક્ટોરેટમાં જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ II અધિકારી બન્યા હતા. જે બાદ તેમને મિલિટરી ઓપરેશન્સ ડિરેક્ટોરેટમાં જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ II તરીકે બઢતી આપવામાં આવી હતી. આ પછી જનરલ રાવતને કર્નલ મિલિટરી સેક્રેટરી બનાવવામાં આવ્યા. સૈન્યમાં તેમની મહત્વની જવાબદારીને કારણે પછીથી તેમને જુનિયર કમાન્ડ વિંગમાં ડેપ્યુટી મિલિટરી સેક્રેટરી, સિનિયર ઇન્સ્ટ્રક્ટર આર્મી કમાન્ડ ચીફ બનાવવામાં આવ્યા અને પછી તેઓ આર્મી સ્ટાફના વડા બન્યા. 2019માં નિવૃત્ત થયા બાદ જનરલ રાવતને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા હતા.