For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

America : કેલિફોર્નિયામાં ચીની ન્યૂ યર પાર્ટીમાં ગોળીબાર, 10 લોકોના મોત

America : અમેરિકન મીડિયા અનુસાર, ગોળીબારીની ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ સાથે આ ઘટનામાં 19 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ અંગે હજૂ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

|
Google Oneindia Gujarati News

America : અમેરિકામાં ગોળીબારની ઘટના હવે સામાન્ય બની રહી છે. આવા સમયે કેલિફોર્નિયામાં ફરી એકવાર ગોળીબારીની ઘટના સામે આવી છે. જેમાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ગોળીબાર ચીની નવા વર્ષને ધ્યાનમાં રાખીને આયોજિત એક સમારોહમાં ગોળીબાર થયો હતો. રિપોર્ટ અનુસાર, રાત્રે સાડા ત્રણ કલાકે મોંટેરી પાર્ક વિસ્તારમાં આ ઘટના થઇ હતી. આ ઘટનામાં 19 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

America

ઉલ્લેખનીય છે કે, ચીની ન્યૂ યરની ઉજવણી કરવા માટે મોંટેરી પાર્કમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કહેવામાં આવ્યું છે કે, આ મામલો વંશીય સાથે જોડાયેલો છે. સ્થાનિક લોકો અને એશિયન સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. જેમાં ચીની મૂળના 17 વર્ષીય યુવકનું પણ મોત થયું છે. પોલીસ થોડા સમયમાં આ અંગે નિવેદન જાહેર કરી શકે છે. આ ઘટનાની જાણ થતાં જ રાહત બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ચીની મૂળના મોટાભાગના લોકો

મોંટેરી પાર્ક એ લોસ એન્જલસ કાઉન્ટીની સાન ગેબ્રિયલ ખીણમાં આવેલું એક શહેર છે, જે લોસ એન્જલસના ડાઉનટાઉનથી લગભગ સાત માઈલ દૂર છે. સરકારી આંકડા અનુસાર મોંટેરી પાર્કની વસ્તી લગભગ 60,000 છે. આ વિસ્તારના લગભગ 65 ટકા લોકો એશિયન અમેરિકન છે અને 27 ટકા હિસ્પેનિક અથવા લેટિનો છે. એશિયન અમેરિકનો ચીની વંશની મોટાભાગની વસ્તી ધરાવે છે. ચીન, જાપાન, તાઈવાન અને વિયેતનામના ઘણા વિદેશીઓ અહીં સ્થાયી થયા છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોંટેરી પાર્ક વિસ્તાર ખૂબ જ શાંતિપૂર્ણ છે. આ સ્થળે સામાન્ય રીતે બહુ ઓછી હિંસા કે હંગામો થાય છે.

વધી શકે છે મૃત્યુઆંક

બીબીસીના જણાવ્યા અનુસાર, ચીની નવા વર્ષ નિમિત્તે શનિવારના રોજ ઘટના સ્થળે લગભગ દસ હજાર લોકો એકઠા થયા હતા. પોલીસે એમ પણ કહ્યું છે કે, ઘટના સમયે હજારો લોકો હાજર હતા. તેથી મૃત્યુઆંક વધી શકે છે. મોંટેરી પાર્કમાં બે દિવસનો ઉત્સવ ચાલતો હતો.

લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ વિભાગે જણાવ્યું હતું કે, ગોળીબાર કરનાર શકમંદ પુરુષ છે. એક પ્રત્યક્ષદર્શીએ લોસ એન્જલસ ટાઇમ્સને જણાવ્યું હતું કે, ત્રણ માણસો તેની રેસ્ટોરન્ટમાં દોડી આવ્યા હતા અને તેણીને દરવાજો બંધ કરવા જણાવ્યું હતું. કારણ કે, મશીનગન સાથેનો એક માણસ આ વિસ્તારમાં ફરતો હતો. તેની પાસે મોટી માત્રામાં દારૂગોળો પણ છે.

English summary
America : Shooting at Chinese New Year party in California, 10 dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X