અમેરિકી મહિલા ગેંગરેપમાં 3 નેપાળીની ધરપકડ

મનાલી, 6 જૂન: મનાલીમાં સોમવારે 30 વર્ષીય અમેરિકી મહિલા સાથે સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણ નેપાળી યુવકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણેય ટ્રક ચાલક તરીકે કામ કરતા હતા.

પોલીસે જણાવ્યું હતું કે આ ત્રણેયની ગુરૂવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે અને ગુનાને અંજામ આપવા માટે તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા વાહન ટિપ્પરને જપ્ત કરી લેવામાં આવ્યું છે.

કુલ્લૂના પોલીસ અધિક્ષક વિનોદ ધવને જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિની ઓળખ નેપાળના અર્જુન (22), લક્કી (24) અને સોમ બહાદુર (24) તરીકે કરવામાં આવી છે.

gang-rape

તેમને જણાવ્યું હતું કે ધરપકડક કરવામાં આવેલા ત્રણેય યુવક ટ્રક ચાલક છે અને તે અહીંયા રહે છે. બે આરોપીઓને મનાલી નજીક પટલીકુહલથી, જ્યારે ત્રીજા યુવકની મંડીથી ધરપકડ કરવામાં આવી છે.

ફોરેન્સિક વિશેષજ્ઞોની એક ટુકડીએ ટિપ્પરથી કેટલાક મહત્વપૂર્ણ પુરાવા ભેગા કર્યા છે. આ ટિપ્પરના ઉપયોગથી ગુનાને અંજામ આપવા માટે કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ માટે તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આરોપીના રિમાન્ડ માટે પહેલાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પીડિયાની સામે તેની ઓળખ પરેડ કરવામાં આવશે.

સોમવારે રાત્રે ટિપ્પરમાં સવાર આ છોકરાઓએ છોકરીને મનાલી સુધી લિફ્ટ આપવાના બહાને બેસાડી હતી અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. છોકરી પોતાના મિત્રોને મળ્યા બાદ વશિષ્ઠથી પરત ફરી રહી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં છોકરી સાથે બળાત્કારની પુષ્ટી થઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X