For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહને જેડ પ્લસ અને ગડકરીને જેડ શ્રેણીની સુરક્ષા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જુલાઇ: ભાજપા સચિવ અમિત શાહ પર હુમલાની સંભાવનાને પગલે ગૃહ મંત્રાલયે તેમને જેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપી છે. અધિકારિક સૂત્રોએ માહિતી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ અમિત શાહની સુરક્ષા સીઆરપીએફના કમાંડો ચોવીસ કલાક કરશે અને સશસ્ત્ર પ્રહરી તેમના રહેઠાણ સ્થાને ખડેપગે રહેશે.

ગૃહમંત્રી રાજનાથ સિંહ દ્વારા વીઆઇપી સુરક્ષાની પહેલી સમીક્ષા દરમિયાન આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. મોદીના વિશ્વાસપાત્ર અમિત શાહને હાલમાં ગુજરાત પોલીસની જેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રો અનુસાર ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી શાહ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બને તે પાક્કુ છે, તેવું માનવામાં આવી રહ્યું છે.

અમિત શાહ દેશમાં જ્યાં પણ જશે, ત્યાં તેમને ઉચ્ચ સ્તરીય સુરક્ષા આપવામાં આવશે. ભાજપા નેતા ઉત્તર પ્રદેશમાં પાર્ટીને મળેલી શાનદાર જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

amit shah
આ ઉપરાંત પૂર્વ ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરીની સુરક્ષાને પણ વધારીને જેડ શ્રેણી કરી દેવામાં આવી છે. સૂત્રો અનુસાર ગોપીનાથ મુંડેની માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવાને પગલે સરકારે તેમની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

ભારતમાં અત્યંત મહત્વપૂર્ણ વ્યક્તિઓને જેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે છે, જેમાં ભયનું આકલન કરી 40થી 70 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં 250 અત્યંત મહત્વપૂર્ણ વ્યક્તિઓને જેડ પ્લસ સુરક્ષા આપવામાં આવેલી છે.

English summary
BJP General Secretary Amit Shah has been accorded a 'Z-plus' category security by the Home Ministry following high threat perception, official sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X