For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેનાને સશક્ત કરનારી સરકારને ચૂંટવા વોટિંગ કરજોઃ અમિત શાહ

સેનાને સશક્ત કરનારી સરકારને ચૂંટવા વોટિંગ કરજોઃ અમિત શાહ

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે. સવારે 7 વાગ્યેથી જ પોલિંગ બૂથ પર મતદાતાઓની ભીડ જોવા મળી રહી છે. આ વચ્ચે પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરી લખ્યું કે સેનાને સશક્ત કરનારી સરકારને ચૂંટવા માટે વધુમાં વધુ મતદાન કરો.

અમિત શાહે કરી મતદાનની અપીલ

અમિત શાહે વિવિધ ભાષાઓમાં ટ્વીટ કરી વોટર્સને અપીલ કરી છે. તેમણે લખ્યું કે દેશની સુરક્ષામાં સમર્પિત સૈનિકોને સશક્ત કરનારી સરકાર ચૂંટવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરો. સાથે જ તેમણે ઉત્તર પ્રદેશના વોટર્સ માટે અલગથી અપીલ કરી છે. અમિત શાહે લખ્યું કે તમારો એક વોટ ઉત્તર પ્રદેશ અને દેશમાંથી જાતિવાદ, પિરવારવાદ અને તુષ્ટિકરણની રાજનીતિને પૂર્ણતઃ ખતમ કરી વિકાસવાદ અને રાષ્ટ્રવાદના યુગને બનાવી રાખવા માટે મહત્વનો હશે.

મોદીએ કરી વોટિંગની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મતદાતાઓને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. મોદીએ લખ્યું કે લોકસભા ચૂંટણી માટે આજે પહેલા તબક્કામાં મતદાન છે, તમામ મતદારોને મારી વિનંતી છે કે લોકતંત્રના આ મહોત્સવમાં જરૂર ભાગ લો. વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરો, પહેલા મતદાન, પછી જલપાન.

મોહન ભાગવતે કરી અપીલ

મોહન ભાગવતે કરી અપીલ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં પોતાનો વોટ નાખ્યો, સવારે 7 વાગ્યા પહેલા જ મતદાન કરવા માટે પહોંચી ગયા હતા, તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે તમામ લોકોએ મતદાન કરવું જોઈએ, સૌકોઈ દેશને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય સુરક્ષા માટે મતદાન કરો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરી વોટર્સને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી.

વોટર્સને લોભાવવા જ્યારે મંત્રીજીએ કર્યો 'નાગિન ડાન્સ', વીડિયો વાયરલવોટર્સને લોભાવવા જ્યારે મંત્રીજીએ કર્યો 'નાગિન ડાન્સ', વીડિયો વાયરલ

English summary
amit shah and pm modi appeal to people for vote
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X