For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિ કાયદાને લઈ કોંગ્રેસ પર વરસ્યા ગૃહમંત્રી અમિત શાહ, પૂછ્યું- તમે ખેડૂતો માટે શું કર્યું?

કૃષિ કાયદાને લઈ કોંગ્રેસ પર વરસ્યા ગૃહમંત્રી અમિત શાહ, પૂછ્યું- તમે ખેડૂતો માટે શું કર્યું?

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકના પ્રવાસ પર છે, જ્યાં રવિવારે તેમણે બાગલકોટ જિલ્લાના કરકલમટ્ટી ગામમાં કેદારનાથ શુગર એન્ડ એગ્રો પ્રોડક્સ લિમિટેડની ઈથેનૉલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. જે બાદ જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજના મેદાનમાં આયોજિત સાર્વજનિક રેલીને સંબોધિત કરી. આ દરમ્યાન તેમણે નવા કૃષિ કાયદાને ખોડૂતો માટે ફાયદાકારક ગણાવ્યો. સાથે જ કોંગ્રેસ પર પણ ભારે હુમલો બોલ્યો.

કોંગ્રેસ પર આક્રમક થયા અમિત શાહ

કોંગ્રેસ પર આક્રમક થયા અમિત શાહ

લોકોને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે ખેડૂતોના પક્ષમાં વાત કરી રહ્યા છે તેવા કોંગ્રેસી નેતાઓને હું પૂછવા માંગું છું કે, તમે ખેડૂતોને 6000 રૂપિયા પ્રતિ વર્ષ કેમ ના આપ્યા. આ ઉપરાંત જ્યારે તમે સત્તામાં હતા ત્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અથવા સંશોધિત ઈથેનોલ નીતિ કેમ ના બનાવી? કેમ કે તમારો ઈરાદો ખેડૂતોની ભલાઈનો નહોતો. તેમણે આગળ કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોની આવક બમણી કરવમાં મદદરૂપ થશે. હવે ખેડૂતો દેશ અને દુનિયામાં ગમે ત્યાં કૃષિ ઉત્પાદન વેચી શકે છે.

અનુચ્છેદ 370નો પણ ઉલ્લેખ

અનુચ્છેદ 370નો પણ ઉલ્લેખ

અમિત શાહે આગળ કહ્યું કે કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાની હિંમત કોંગ્રેસમાં નહોતી. 5 ઓગસ્ટ 2019ના રોજ પીએમ મોદીએ કાશ્મીરથી અનુચ્છેદ 370 અને 35Aને સમાપ્ત કરી કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડવાનું કામ કર્યું છે. આજે ત્યાં લોહીનું એક ટીપું વહાવ્યા વિના ચૂંટણી થઈ છે.

કાશ્મીર ઘાટીના હાલાતમાં સુધારો, 217 આતંકવાદીઓ જ બચ્યા, ઘૂસણખોરી પણ 70% ઘટીકાશ્મીર ઘાટીના હાલાતમાં સુધારો, 217 આતંકવાદીઓ જ બચ્યા, ઘૂસણખોરી પણ 70% ઘટી

યેદિયુરપ્પા સરકાર કાર્યકાળ પૂરો કરશે

યેદિયુરપ્પા સરકાર કાર્યકાળ પૂરો કરશે

ઘણા સમયથી સમાચાર હતા કે ભાજપ હાઈકમાન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના કામથી ખુશ નથી. જે કારણે મંત્રિમંડળનું વિસ્તરણ નથી થઈ રહ્યું. જે બાદ યેદિયુરપ્પા દિલ્હી પહોંચ્યા અને કેબિનેટનું વિસ્તરણ પણ થયું. શનિવારે પણ ગૃહમંત્રી અમિત શાહે યેદિયુરપ્પા સરકાર પર પૂરો ભરોસો જતાવ્યો. તેમણે કહ્યું કે બીએસ યેદિયુરપ્પાની સરકાર કર્ણાટકમાં પોતાનો કાર્યકાળ પૂરો કરશે. સાથે જ બીજીવાર જીતીને સત્તામાં વાપસી કરશે.

English summary
Amit shah asked congress- why you haven’t done it for farmers?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X