ભાજપ અધ્યક્ષની દોડમાં સૌથી આગળ અમિત શાહ!

મળતી માહિતી મુજબ પોતાની સંગઠનાત્મક ખૂબીઓ માટે જાણિતા 50 વર્ષના અમિત શાહ પાર્ટીમાં એક નવો દૌર શરૂ કરી શકે છે, જે કેન્દ્ર સરકાર સાથે તાલમેળ બનાવીને કામ કરશે.
સમાચારો અનુસાર હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સાંસદ અને 54 વર્ષના પાર્ટી મહાસચિવ જેપી નડ્ડા પણ અધ્યક્ષ પદની દોડમાં છે. પરંતુ અમિત શાહને એવા વ્યક્તિના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે જે આગામી મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવી શકે છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં 80 માંથી 71 સીટો જીતી હતી. અમિત શાહ પ્રદેશના ચૂંટણી પ્રભારી હતા. હવે પ્રદેશની 11 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાવવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં પણ અમિત શાહના નેતૃત્વમાં લડવામાં આવશે.












Click it and Unblock the Notifications
