For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં ચૂંટણીની કમાન સંભાળશે અમિત શાહ, આજે વારાણસીમાં કરશે મહત્વની બેઠક

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનાર વિધાનભા ચૂંટણી પહેલા અમિત શાહે ચૂંટણી કમાન સંભાળી લીધી છે.

|
Google Oneindia Gujarati News

વારાણસીઃ ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનાર વિધાનભા ચૂંટણી પહેલા અમિત શાહે ચૂંટણી કમાન સંભાળી લીધી છે. આગામી ચૂંટણીની તૈયારીઓ માટે અમિત શાહ આજે વારાણસીમાં મહત્વની બેઠક કરશે. બેઠકમાં 403 વિધાનસભાના ઈન્ચાર્જ અને પ્રદેશના વરિષ્ઠ નેતાઓ તેમજ મુખ્યમંત્રી પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રના 98 જિલ્લા સ્તરીય નેતાઓ, ક્ષેત્રીય એકમોના અધ્યક્ષ, રાષ્ટ્રીય મહાસચિવ રાધા મોહન સિંહ, પ્રદેશના ઈન્ચાર્જ ધર્મેન્દ્ર પ્રધાન, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા પણ હિસ્સો લેશે.

amit shah

ભાજપ નેતાએ જણાવ્યુ કે બેઠકમાં અમિત શાહ બધા સંગઠનના પદાધિકારીઓને સંબોધિત કરશે. એ વાતની સંભાવના છે કે તે અમુક નેતાઓેને વ્યક્તિગત રીતે વાત કરીને તેમને ચૂંટણીની તૈયારીઓની માહિતી લેશે. આ બેઠક દ્વારા ચૂંટણીની ગતિવિધિઓને નક્કી કરવામાં આવશે. આ બેઠકના મહત્વનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે વારાણસીમાં લગભગ 1000 હોર્ડિંગ્ઝ લગાવવામાં આવી ચૂક્યા છે. ખુદ રાધા મોહન સિંહ ગુરુવારે અહીં બેઠકની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે.

તમને જણાવી દઈએ કે 29 ઓક્ટોબરે અમિત શાહે લખનઉથી ભાજપ સભ્યપદ અભિયાનની શરૂઆત કરી હતી, આ દરમિયાન તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે યોગી આદિત્યનાથ જ આગામી ચૂંટણીમાં ભાજપનો ચહેરો હશે. અમિત શાહે કહ્યુ કે 2024 લોકસભા ચૂંટણી જેને આપણે મોદીજીના નેતૃત્વમાં જીતવાની છે, તેનો પાયો ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં મૂકવામાં આવશે. હું યુપીના લોકોને જણાવવા માંગુ છુ કે જો તમે ઈચ્છતા હોય મોદીજી ફરીથી પ્રધાનમંત્રી બને તો 2022માં તમારો યોગીજીને મુખ્યમંત્રી બનાવવા પડશે, માત્ર ત્યારે જ દેશનો વિકાસ થઈ શકે છે.

29 ઓક્ટોબરે અમિત શાહે પાર્ટીના પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. સાથે જ પાર્ટીની કોર કમિટીના સભ્યો સાથે પણ બેઠક કરી હતી. નોંધનીય વાત એ છે કે શરૂઆતમાં 2014માં અમિત શાહને યુપીના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. એ દરમિયાન પાર્ટીએ પોતાના પક્ષ સાથે ગઠબંધન કર્યુ હતુ અને 80માં 73 સીટો પર જીત મેળવી હતી. એ વખતે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.

English summary
Amit Shah important meeting in Varanasi with top leaders of organization for elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X