For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપીના 1800 વહાર્ટસપ ગ્રૂપમાં અમિત શાહનો નંબર જોડવામાં આવશે

બીજેપી અધ્યક્ષ અમિત શાહએ વર્ષ 2019 લોકસભા ઈલેક્શન ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભર્યું છે. અમિત શાહ હવે પાર્ટીના સેંકડો વહાર્ટસપ ગ્રૂપની નિગરાની જાતે કરશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

બીજેપી અધ્યક્ષ અમિત શાહએ વર્ષ 2019 લોકસભા ઈલેક્શન ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભર્યું છે. અમિત શાહ હવે પાર્ટીના સેંકડો વહાર્ટસપ ગ્રૂપની નિગરાની જાતે કરશે. બીજેપી અધ્યક્ષે પોતાનો વહાર્ટસપ નંબર પાર્ટીને ઉપલબ્ધ કરાવ્યો છે. ખબર આવી છે કે દિલ્હી બીજેપી તરફથી બનાવવામાં આવેલા 1800 વહાર્ટસપ ગ્રૂપમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહનો નંબર જોડવામાં આવશે.

અફવાહોનું બજાર ગરમ

અફવાહોનું બજાર ગરમ

છેલ્લા કેટલાક મહિનાથી સોશ્યિલ મીડિયા પર ફેક ન્યુઝ અને અફવાહોનું બજાર ગરમ છે. સોશ્યિલ મીડિયા પર ભડકાવ અને ફેક ખબરો શેર થવાને કારણે ઘણી જગ્યાઓ પર હિંસક ઘટનાઓ પણ થયી છે. એવી પરિસ્થિતિમાં અમિત શાહ ઘ્વારા ભરવામાં આવેલું આ પગલું સોશ્યિલ મીડિયા પર ફેલાવવામાં આવતા ફેક મેસેજ રોકવાની સાથે સાથે પાર્ટીની ઈલેક્શન રણનીતિ બનાવવામાં પણ મદદ કરશે. તેની સાથે સાથે તેઓ પાર્ટી સાથે જોડાયેલી એવી ખબરો પર પણ નજર રાખશે તેને કારણે સરકારની છબી પર અસર પડી રહી છે.

લોકસભા ઇલેક્શનમાં સોશ્યિલ મીડિયાની ભૂમિકા

લોકસભા ઇલેક્શનમાં સોશ્યિલ મીડિયાની ભૂમિકા

દિલ્હી બીજેપીના મડિયા રિલેશન હેડ અને સોશ્યિલ મીડિયા યુનિટ પ્રભારી નીલકાંત બક્ષી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવતા વર્ષે થવા જઈ રહેલા લોકસભા ઇલેક્શનમાં સોશ્યિલ મીડિયાની ભૂમિકા ખુબ જ અગત્યની છે. પાર્ટી ઘ્વારા ગયા મહિને સોશ્યિલ મીડિયા પર દિલ્હી બીજેપીના બધા જ સક્રિય નેતાઓ, પદાધિકારી અને કાર્યકર્તાઓની મિટિંગ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર હતા. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહે ફેક ન્યુઝથી બચવા માટે ભાર આપ્યું હતું. અમિત શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સોશ્યિલ મીડિયા પર ફેલાઈ રહેલી ખોટી ખબરોને કારણે પાર્ટીની છબી પર અસર પડે છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમિત શાહનો નંબર દરેક વહાર્ટસપ ગ્રૂપમાં જોડવામાં આવશે.

સોશ્યિલ મીડિયા વિશે ગંભીર ચિંતન

સોશ્યિલ મીડિયા વિશે ગંભીર ચિંતન

બીજેપીનું માનવું છે કે દિલ્હી બીજેપી વહાર્ટસપ ગ્રુપ પાર્ટી કાર્યકર્તાઓને યોગ્ય દિશા અને જવાબદારી આપવા માટે કારગર સાબિત થશે. સોશ્યિલ મીડિયા વિશે ગંભીર ચિંતન અને જરૂરી દિશા નિર્દેશ આપવા માટે જિલ્લા અને મંડળ સ્તર પર પાર્ટીની ઘણી બેઠકો આવતા મહિને રાખવામાં આવી છે.

નવી ગાઈડલાઈન બનાવવામાં આવી

નવી ગાઈડલાઈન બનાવવામાં આવી

અમિત શાહના નેતૃત્વમાં પાર્ટી ઘ્વારા નવી ગાઈડલાઈન બનાવવામાં આવી છે. બીજેપી ઘ્વારા કોશિશ કરવામાં આવી રહી છે કે સોશ્યિલ મીડિયા ઘ્વારા તેઓ યુવાનો સુધી પહોંચી શકે અને સૂચના અને બીજા સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય.

English summary
Amit Shah In 1,800 Delhi BJP WhatsApp Groups To Stem Fake News.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X