ધરપકડથી બચવા માટે અમિત શાહ હાઇકોર્ટ પહોંચ્યા

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 એપ્રિલ: હાલમાં દેશનું રાજકારણ પૂરજોશમાં ઉકળી રહ્યું છે અને તેના ઉકળાટમાં રોજ નવા નવા રંગો છલકાઇ રહ્યા છે. કહેવાતા ભડકાઉ ભાષણના મામલામાં અમિત શાહે પોતાની ધરપકડને અટકાવવા માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અમિત શાહે અલ્હાબાદ હાઇકોર્ટથી તેમની ધરપકડ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

અલ્હાબાદ હાઇકોર્ટે આ મામલે ચૂંટણી પંચ પાસે તે કહેવાતા ભડકાઉ ભાષણની સીડી માંગી છે. આ મામલાની હવે પછીની સુનાવણી આવતી કાલે થવાની છે. પશ્ચિમી ઉચત્તર પ્રદેશમાં અમિત શાહ પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ લાગ્યો હતો. જોકે બાદમાં અમિત શાહે પોતાની ઉપર લાગેલા આરોને રદિયો આપી દીધો હતો.

amit shah
આ મામલામાં અમિત શાહની વિરુધ્ધ બિજનૌરમાં એફઆઇઆર પણ નોંધવામાં આવી છે. બીજી બાજું ચૂંટણી પંચે પણ શાહને નોટિશ ફટકારી ભાષણ પર જવાબ માંગ્યો હતો. શાહે ગઇ કાલે નોટિશનો જવાબ આપીને જણાવ્યું હતું કે બદલાથી તેમનો કહેવાનો અર્થ પરિવર્તન હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટી તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે અને અન્ય નેતાઓએ પણ અમિત શાહના નિવેદનને યોગ્ય ગણાવ્યું છે અને તેમાં કોઇ ખોટી વાત કે ભડકાઉ ભાષણ નહીં હોવાનો દાવો કર્યો છે.

English summary
BJP leader Amit Shah on Wednesday moved a plea in the Allahabad High Court seeking a stay on his possible arrest in a hate speech case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X