For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહનો મોટો હુમલો, ટીએમસીના ગુંડાઓએ વિદ્યાસાગરની મૂર્તિ તોડી

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ગરમાઈ ચુકી છે. કોલકાતામાં ભાજપા અધ્યક્ષ અમિત શાહના રોડ શૉ પર પથ્થરમારો અને આગચંપી પછી ભાજપા ઘ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ગરમાઈ ચુકી છે. કોલકાતામાં ભાજપા અધ્યક્ષ અમિત શાહના રોડ શૉ પર પથ્થરમારો અને આગચંપી પછી ભાજપા ઘ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. આ મામલે અમિત શાહે પ્રેસ કોન્ફ્રન્સ કરીને ટીએમસી અને સીએમ મમતા બેનર્જી પર પ્રહાર કર્યો છે.

આ પણ વાંચો: લેફ્ટની હિંસામાંથી બહાર નીકળીને આવ્યાં હતાં મમતા, બંગાળમાં રાજ બદલ્યું ખૂની ખેલ નહિ!

ટીએમસીના ગુંડાઓએ વિદ્યાસાગરની મૂર્તિ તોડી: અમિત શાહ

ટીએમસીના ગુંડાઓએ વિદ્યાસાગરની મૂર્તિ તોડી: અમિત શાહ

અમિત શાહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમના રોડ શૉ સમયે કોઈ પણ પ્રકારનું હિંસાનું વાતાવરણ ના હતું. ભાજપના કાર્યકર્તાઓ શાંતિપૂર્વક રોડ શૉમાં ચાલી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન તેમના પર ત્રણ વાર હુમલા કરવામાં આવ્યા, કેરોસીન બૉમ્બ ફેંકવામાં આવ્યા. અમિત શાહે કહ્યું કે પાર્ટી ઉમેદવારોના પોસ્ટર ફાડવામાં આવ્યા. અમિત શાહે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવા માટે ટીએમસી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમને કહ્યું કે ટીએમસીના ગુંડાઓએ વિદ્યાસાગરની મૂર્તિ તોડી અને હવે તેમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

વોટ બેન્કની રાજનીતિ માટે ટીએસસી ઘ્વારા વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી: શાહ

વોટ બેન્કની રાજનીતિ માટે ટીએસસી ઘ્વારા વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી: શાહ

અમિત શાહે વિદ્યાસાગરની મૂર્તિ તોડવા પર કહ્યું કે તે કોલેજમાં બંગાળ પ્રશાશનનો કબ્જો છે. ત્યાં રૂમની ચાવી કોણે મળી અને કેવી રીતે મળી? શુ ભાજપા કાર્યકર્તાઓને પ્રશાશને ચાવી આપી? અમિત શાહે આરોપ લગાવ્યો કે વોટ બેન્કની રાજનીતિ માટે ટીએસસી ઘ્વારા વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી, જેથી હારેલી બાજી પલટી શકાય. અમિત શાહે કહ્યું કે 6 તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે અને 6 તબક્કામાં બંગાળ સિવાય બીજે ક્યાંય પણ હિંસા નથી થઇ. બંગાળમાં દરેક તબક્કામાં હિંસા થઇ, જેનો સાફ મતલબ છે કે ટીએમસી હિંસા કરી રહી છે.

બંગાળમાં ચૂંટણી પંચ મૂક દર્શક બન્યું: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે સવારથી આખા કોલકાતામાં ચર્ચા હતી કે યુનિવર્સીટીમાં આવીને કેટલાક લોકો હંગામો કરશે. પોલીસે કોઈ તાપસ નહિ કરી અને કોઈની ધરપકડ કરવાની પણ કોસિસ નહીં કરવામાં આવી. અમિત શાહે બંગાળમાં હિંસા થવા પર ચૂંટણી પંચ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમને કહ્યું કે બંગાળમાં ચૂંટણી પંચ મૂક દર્શક બન્યું છે. ચૂંટણી પંચે તરત હસ્તક્ષેપ કરવો જોઈએ.

English summary
Amit shah press conference over violence during his road show in kolkata
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X