લેફ્ટની હિંસામાંથી બહાર નીકળીને આવ્યાં હતાં મમતા, બંગાળમાં રાજ બદલ્યું ખૂની ખેલ નહિ!
લેફ્ટની હિંસામાંથી બહાર નીકળીને આવ્યાં હતાં મમતા, બંગાળમાં રાજ બદલ્યું ખૂની ખેલ નહિ!
જે સમયે દેશમાં ચૂંટણી હિંસાની ઘટનાઓ બહુ ઓછી થવા લાગી છે, ત્યારે પશ્ચિમ બંગાળનું જૂનું રક્ત ચરિત્ર તેના વર્તમાન પર હાવી થતું જાય છે. બસ કેરેક્ટર બદલી ગયું છે. આજે બંગાળમાં મમતા બેનરજીનું રાજ છે અને સામે મુકાબલા માટે ભાજપ તાલ ઠોકી રહ્યું છે. પશ્ચિમ બંગાળનો ચૂંટણી અને રાજકીય ઈતિહાસ ખૂનથી રંગાયેલો છે. 1960ના દશકામાં જ સત્તા પર દબદબા માટે કોંગ્રેસ અને લેફ્ટ ફ્રંટમાં ખૂની જંગ તેજ થઈ ગઈ હતી. 1977માં કોંગ્રેસના વર્ચસ્વતોડી પશ્ચિમ બંગાળમાં જ્યારે લેફ્ટ ફ્રંટની સરકાર જ્યોતિ બસુના નેતૃત્વમાં બની તો પછી કોંગ્રેસ ધીરે-ધીરે સમેટાતી ગઈ.

28000 જેટલી રાજકીય હત્યા
બીજી બાજુ જ્યોતિ બસુથી લઈ બુદ્ધદવે ભટ્ટાચાર્જી સુધી લેફ્ટ ફ્રંટ 34 વર્ષ સુધી પશ્ચિમ બંગાળની સત્તા પર રહ્યું. આ નેતાઓના રાજમાં જ 1977થી 2007 દરમિયાન પશ્ચિમ બંગાળમાં 28000 જેટલી રાજનૈતિક હત્યાઓ થઈ. મમતાનો પણ રાજકીય સંઘર્ષ કોંગ્રેસથી શરૂ થયો પરંતુ મમતાએ કોંગ્રેસ છોડી ખુદની તૃણમૂલ કોંગ્રેસ બનાવી લીધી. બંગાળના રસ્તા અને ગલિઓમાં લેફ્ટ વિરુદ્ધ કોઈએ પોતાના જીવની પરવા કર્યા વિના લડાઈ લડી હોય તો તે છે મમતા બેનરજી.

મમતા બેનરજી આવ્યાં સત્તા પર
21મી સદીનું પશ્ચિમ બંગાળ લેફ્ટ ફ્રન્ટ અને ટીએમસીના સંઘર્ષોથી લાલ થતું જઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં લેફ્ટ રાજમાં 2001માં 21, 2002માં 19, 2003માં 22, 2004માં 15, 2005માં 8, 2006માં 7, 2007માં 20, 2008માં 9 રાજનૈતિક હત્યા થઈ હતી પરંતુ આ આંકડો અચાનક 2009માં વધી ગયો જ્યારે રાજનૈતિક હત્યાઓની ગણતરી 50ને પાર પહોંચી ગઈ. 2010માં આ સંખ્યા 38 રહી. મમતા બેનરજીએ આ બધાને મુદ્દા બનાવી 2011માં પશ્ચિમ બંગાળથી લાલ કિલ્લો ધ્વસ્ત કરી દીધો, પરંતુ પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ ઓછી ન થઈ. 2011માં 38 રાજનૈતિક હત્યા થઈ, 2012માં 12, 2013માં 26, 2014માં 10, 2015માં 1 અને 2016માં એક રાજનૈતિક હત્યા થઈ.

રાજકીય હત્યાઓમાં કોઈ ઘટાડો નહિ
આંકડા જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓમાં મહદઅંશે ઘાડો આવ્યો છે પરંતુ ભાજપનો આરોપ છે કે બંગાળ તો મમતાની ખૂની રાજનીતિથી લાલ થતું રહ્યું છે, તો તેનાથી સ્પષ્ટ છે કે પશ્ચિમ બંગાળની રાજનીતિ કોંગ્રેસ વર્સિસ લેફ્ટ, લેફ્ટ વર્સિસ ટીએમસી અને હવે ટીએમસી વર્સિસ ભાજપની લડાઈ સુધી પહોંચી ગઈ છે. પાછલા વર્ષે બંગાળમાં પંચાયી ચૂંટણીમાં ભારે હિંસા થઈ હતી. આ વખતે લોકસભા ચૂંટણીમાં તેવી હિંસા તો નથી થઈ પરંતુ 2019ના ચૂંટણીમાં સૌથી વધુ લોકોની નજર કોઈ પાર્ટી પર ટકી રહી હોય તો તે પશ્ચિમ બંગાળની જ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
