For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાશન વધારવામાં આવે: અમિત શાહ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં પોતાનું પહેલું ભાષણ આપ્યું. આ દરમિયાન અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાશનની અવધિ વધારવા માટે પ્રસ્તાવ રજુ કર્યો.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં પોતાનું પહેલું ભાષણ આપ્યું. આ દરમિયાન અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાશનની અવધિ વધારવા માટે પ્રસ્તાવ રજુ કર્યો. અમિત શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાશન લાગુ કરવામાં આવ્યું હતું જે 2 જુલાઈ 2019 દરમિયાન પૂરું થાય છે. રાજ્યમાં હજુ વિધાનસભા અસ્તિત્વમાં નથી. એટલા માટે 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાશન વધારવામાં આવે. બે દિવસના જમ્મુ કાશ્મીર મુલાકાતથી પાછા ફર્યા પછી આજે પહેલીવાર અમિત શાહ લોકસભામાં બોલી રહ્યા છે.

આ પણ વાંચો: પીએમ મોદીએ કહ્યું, આતંકવાદ માનવતા માટે મોટો ખતરો

જમ્મુ કાશ્મીરમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાશન વધારવામાં આવે: અમિત શાહ

જમ્મુ કાશ્મીરમાં 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાશન વધારવામાં આવે: અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે ચૂંટણી પંચે પણ આ વર્ષના ઉત્તરાર્ધમાં કેન્દ્ર સરકાર અને તમામ રાજકીય પક્ષો સાથે વાત કરીને નિર્ણય કર્યો છે કે આ વર્ષના અંતમાં જ ત્યાં ચૂંટણી કરવી શક્ય બનશે. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, "છેલ્લા એક વર્ષમાં, આ સરકારે જમ્મુ અને કાશ્મીરથી આતંકવાદને દૂર કરવા માટે ઘણું કાર્ય કર્યું છે. અમિત શાહે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી પંચાયત ચૂંટણી કરવામાં આવતી ના હતી, પરંતુ અમારી સરકાર આવ્યા પછી ગયા વર્ષે ત્યાં 4 હજાર કરતા પણ વધારે પંચાયત ચૂંટણી કરાવવામાં આવી.

જમ્મુ કાશ્મીરમાં લો એન્ડ ઓર્ડર સુધર્યો: અમિત શાહ

જમ્મુ કાશ્મીરમાં લો એન્ડ ઓર્ડર સુધર્યો: અમિત શાહ

શાહે કહ્યું, "જમ્મુ કાશ્મીરમાં આપણે પહેલા લોહીથી ખરડાયેલી ચૂંટણી જોયી છે. દરેક વ્યક્તિ આ વિશે અસ્વસ્થ હતા. આ વખતે 40 હજાર જગ્યાઓ માટે ચૂંટણીઓ યોજાઈ હતી પરંતુ કોઈનો પણ જીવ ગયો નથી. સંસદની ચૂંટણીમાં હિંસા થઈ નથી. તે દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા વધુ સારી છે." અમિત શાહ કહ્યું છે પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરના લોકોને લાગે છે કે જમ્મુ અને લડાખ પણ રાજ્યનો ભાગ છે.

અમિત શાહ લોકસભામાં બોલી રહ્યા છે

અમિત શાહ લોકસભામાં બોલી રહ્યા છે

લોકસભામાં બોલતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર બંધારણ વિભાગ 5 અને 9 માં હેઠળ આરક્ષણનું પ્રાવધાન છે, તેમાં થોડું સંશોષણ કરીને કેટલાક નવા ક્ષેત્રોને જોડવાનું પ્રાવધાન લઈને આવ્યો છું, જેના હેઠળ વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે લાગેલા વિસ્તારોમાં લોકો માટે જે આરક્ષણ છે તેના અંતર્ગત આંતરરાષ્ટ્રીય સીમમાં રહેતા લોકોને પણ તેનો લાભ મળવો જોઈએ.

English summary
Amit Shah represent first bill in lok sabha on extension of President Rule in Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X