For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટીઓએ મતભેદ દૂર કરી કોરોના સામેની લડાઇમાં એકજુટ થવું જોઇએઃ અમિત શાહ

પાર્ટીઓએ મતભેદ દૂર કરી કોરોના સામેની લડાઇમાં એકજુટ થવું જોઇએઃ અમિત શાહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાના વધતા ખતરાને જોતા ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે સર્વદળીય બેઠક બોલાવી હતી. બેઠક બાદ અમિત શાહે કહ્યું કે તમામ દળોએ રાજનૈતિક મતભેદ ભૂલી દિલ્હીના લોકો માટે મળીને કામ કરવું જોઈએ અને કોરોના સામેની લડાઇમાં એકજુટ થવું જોઇએ.

amit shah

ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજનૈતિક દળોને અપીલ કરી કે તેઓ પોતના કાર્યકરતાઓને સુનિશ્ચિત કરવાનું કહ્યું કે દિલ્હી સરકારના કોવિડ-19ના દિશા-નિર્દેશ જમીની સ્તર પર લાગૂ થાય. તેમણે કહ્યું કે નવી રીતે અપનાવતા આપણે દિલ્હીમા કોવિડ-19ની તપાસ વધારવી પડશે. સાથે જ તમામ દળોએ સાથે મળી કામ કરવાથી લોકોનો વિશ્વાસ વધશે અને દિલ્હીમાં કોવિડ-19ની સ્થિતિ જલદી જ સારી થશે.

જણાવી દએ કે ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસ સંક્રમણના હાલાત પર ચર્ચા માટે સોમવારે દિલ્હીના તમામ રાજનૈતિક દળોના નેતાઓ સાથે બેઠક કરી. આ બેઠક રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણના વધતા મામલાને ધ્યાનમાં રાખી કરવમાં આવી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે અમિત શાહે કોરોના વાયરસ સંક્રમણના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિશે ચાર મુખ્ય રાજનૈતિક પાર્ટીઓના નેતાઓને જાણખારી આપી અને આ મામલે તેમના મંતવ્યો માંગ્યા. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બસપાના નેતાઓએ આ બેઠકમાં ભાગ લીધો.

જણાવી દઇએ કે દિલ્હીમાં 41,000થી વધુ લોકો સંક્રમિત છે અને 1300થી વધુ લોકોના સંક્રમણને પગલે મોત થયાં છે. સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર અને તમિલનાડુ બાદ દિલ્હી ત્રીજા નંબર પર છે.

સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે કરી માંગ - બધાનો કરાવવામાં આવે કોરોના ટેસ્ટસર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે કરી માંગ - બધાનો કરાવવામાં આવે કોરોના ટેસ્ટ

English summary
amit shah said all party should unite against covid 19 fight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X