For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે પોતાનો સંદેશ આપી દીધો, હવે પાક સમજે તેણે શું કરવાનુ છેઃ અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાનને ભારત તરફથી ખાસ સંદેશ આપવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભાજપ અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાનને ભારત તરફથી ખાસ સંદેશ આપવામાં આવ્યો છે. તેમણે આગળ કહ્યુ કે હવે આ પાકિસ્તાન ઉપર છે કે બંને દેશોના સંબંધો કઈ તરફ જાય છે. આ વાતો અમિત શાહે ઈન્ડિયા ટુડે એન્ક્લેવ 2019માં કહી. શાહને ભારત પાક વચ્ચે તણાવ અંગે સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં તેમણે આ વાત કહી.

amit shah

તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના તરફથી ઓલઓસી પાર કરીને પ્રતિકાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જૈશના ઘણા કેમ્પો નષ્ટ કરી દેવામાં આવ્યા. વાસ્તવમાં સીઆરપીએફના 40 જવાન આ આતંકી હુમલામાં શહીદ થઈ ગયા હતા. આ શહીદીથી સમગ્ર દેશ દુઃખ અને ગુસ્સામાં હતો અને બદલો લેવા માટે સરકારને કહી રહ્યા હતા. આ હુમલો જૈશ એ મોહમ્મદનો ફિદાયીન હુમલો હતો. જૈશ પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન છે.

એવામાં બુધવારે ભારત પાક વચ્ચે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિ થઈ જ્યારે ભારતે પાકના વિમાન એફ-16ને તોડી પાડ્યુ અને પાકે પણ ભારતના બે વિમાન તોડી પાડ્યા. આ દરમિયાન ભારતના વિંગ કમાંડર અભિનંદન પાકની પકડમાં આવી ગયા. પાકે શાંતિની પહેલ હેઠળ આજે અભિનંદનને વાઘા બોર્ડરથી મુક્ત કરવાનું એલાન કર્યુ છે. જો કે ભારતે આ પહેલા જ પાકને જિનિવા કન્વેન્શન યાદ દેવડાવીને કોઈ પણ શરત વિના અભિનંદનને છોડવાનો કડક સંદેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા વર્ષોમાં પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન થયુ છે. ગયા ગુરુવારે આ સીઝ ફાયરમાં સીમા પાસે એક મહિલાનું મોત થઈ ગયુ જ્યારે એક જવાન શહીદ થઈ ગયો.

આ પણ વાંચોઃ અમેરિકા, યુએઈ અને સાઉદી અરબે પણ અભિનંદન માટે પાક પર કર્યુ દબાણઆ પણ વાંચોઃ અમેરિકા, યુએઈ અને સાઉદી અરબે પણ અભિનંદન માટે પાક પર કર્યુ દબાણ

English summary
amit shah says pakistan got a strong message from India under pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X