સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યો અમિત શાહ જાસૂસી કાંડ
નવી દિલ્હી, 19 નવેમ્બર: અમિત શાહ જાસૂસી કાંડનો કેસ હવે સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચી ગયો છે. ગુજરાતના સસ્પેન્ડેડ આઇપીએસ ઓફીસર પ્રદીપ શર્માએ કોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે.
શર્માએ કોર્ટને જણાવ્યું છે કે ઓડિયો રેકોર્ડિંગમાં તેમને ખોટા કેસમાં ફસાવવાની વાત થઇ રહી છે. કેસની તપાસ નિષ્પક્ષ એજન્સી પાસે કરાવવામાં આવે. અરજી પર ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સુનાવણી થશે.

શર્મા દ્વારા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવતા નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. જો કોર્ટ આ કેસમાં તપાસ પંચ બેસાડે તો એવા ઘણા રાજ ખૂલી શકે છે જે હજી સુધી સામે નથી આવ્યા. ખાસ વાત એ છે કે શર્માનો કેસ જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ લડી રહ્યા છે.












Click it and Unblock the Notifications
