For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ 12 જૂનથી ઉત્તર પ્રદેશમાં નવી ઇનિંગ શરૂ કરશે

|
Google Oneindia Gujarati News

amit-shah
લખનૌ, 6 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ અને હાલમાં ભાજપના રાષ્ટ્રીય મહા સચિવ અમિત શાહ ઉત્તર પ્રદેશના પાર્ટી ઇનચાર્જ તરીકેની પોતાની નવી ઇનિંગ 12 જૂન, 2013થી શરૂ કરવાના છે એવા અહેવાલો મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર વિવાદોથી ઘેરાયેલા ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ લખનૌમાં યોજવામાં આવનારી પક્ષના હોદ્દેદારોની બેઠકમાં હાજર રહેશે અને પક્ષની સ્થિતિનો અંદાજ મેળવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 12 જૂને આખો દિવસ ચાલનારી કારોબારી બેઠકમાં અમિત શાહ પક્ષના પ્રદેશ પ્રમુખ લક્ષ્મીકાંત વાજપેયીની સાથે ચર્ચા કરવા ઉપરાંત પક્ષના પાયાના કાર્યકરો સાથે પણ ચર્ચા વિચારણા કરશે. આ એટલા માટે પણ મહત્વનું છે કે ગોવામાં 7થી 9 જૂન દરમિયાન યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ ઉત્તર પ્રદેશમાં બેઠક મળી રહી છે. જેથી રાષ્ટ્રીય કારોબારીમાં લોકસભા ચૂંટણી 2014 અંગે નક્કી કરવામાં આવેલી ગાઇડલાઇનના આધારે ઉત્તર પ્રદેશમાં કામગીરી શરૂ કરવામાં આવી શકે છે.

ભાજપના પ્રવક્તા વિજય બહાદુર પાઠકે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને ગોવાની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં અતિ મહત્વના નિર્ણયો લેવામાં આવશે. આ કારણે અમિત શાહે 12 જૂને લખનૌમાં મળનારી ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં પણ નાના મોટા તમામ પ્રમુખો, મહા સચિવો અને હોદ્દેદારોને બોલાવ્યા છે.

માનવામાં આવશે કે અમિત શાહ ઉત્તર પ્રદેશના રાજકારણનું ગણિત બદલી દેશે. વર્તમાન સમયમાં ભાજપ મુખ્ય વિરોધ પક્ષ છે. ત્યારે અખિલેશ યાદવ સરકારે કરેલા વીજળીના ભાવવધારા, લધુમતિઓને અન્યાય જેવા મુદ્દાઓ ઉઠાવીને લોકોના મત પોતાના પક્ષમાં ખેંચી લાવશે.

English summary
Amit Shah to begin UP innings June 12
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X