
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણામાં ચૂંટણી સભાને સંબોધન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેલંગાણાના મુનૂગોડેમાં વિશાળ જનસભાને સંબોધન કરશે. અમિત શાહ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીને લઇને આ સંભાને સંબોધન કરવાના છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરૂણ ચુંગે જણાવ્યું હતુ કે, અમે રાજ્યમાં તમામ પ્રકારની સુરક્ષાને પરત લાવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમિત શાહ મુનૂગોડે વિધાનસભા ક્ષેત્રમાં થનાર પેટાચૂટણીને લઇને સંબોધન કરશે.
ચૂંગે જણાવ્યું હતુ કે, લોકો પ્રદેશના મુખ્યમત્રી ચંદ્રશેખરની સરકારથી ખૂશ નથી. સમગ્ર દેશમાં લોકો પર અત્યાચાર થઇ રહ્યા છે, અંહી ડરનો માહોલ બનેલો છે. લોકોને બદલાવ જોઇએ છે. ભાજપ એક માત્ર પાર્ટી છે જે આવનાર સમયમાં બદલાવ લાવી શકશે. અમિત શાહના કાર્યક્રમને લઇને ભાજપ નેતા લક્ષ્મણે કહ્યુ કે, મુનૂગોડે વિધાનસભા પેટા ચૂંટણી તેલંગાણાની રાજનીતિને બદલી નાખશે. લોકો ટીઆરએસના રાજથી ત્રાંસી ગયા છે.
લક્ષ્મણે વધુમાં જણાવ્યું હતુ કે, ભરોસો હતો કે, કોંગ્રેસ વિકલ્પ બની શકે છે. પણ પરંતુ તેમની રાજનીતિને જોઇને તમામ રાજકીય પ્રાદેશિક પક્ષો ભાજપ સાથે ગઠબંધન કરવા માંગે છે. પ્રદેશના લોકોની મદદની સાથે જ અમને વિશ્વાસ છે કે, લોકોને વૈકલ્પિક સરકાર દેવામાં સફળતા મળશે. સત્તાધારી પાર્ટી ટીઆરએસે મુનૂગોડે વિભાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દિધો છે. મુખ્યમંત્રી કેસીઆર પણ ચૂંટણી સભાને સંબોધન કરશે.