મોદી માટે યુપીમાં જમીન તૈયાર કરવા અમિત શાહ મળશે આડવાણીને

અમિત શાહનું ઉદ્દેશ્ય પાર્ટીને મજબૂત કરતા મોદી માટે ઉત્તર પ્રદેશમાં જમીન તૈયાર કરવાનું છે. પાર્ટી મામલાનમાં પ્રદેશ પ્રભારી અમિત શાહે જણાવ્યું કે રાજનૈતિક દ્રષ્ટિથી સર્વાધિક મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશમાં મોદી સક્રિય ભૂમિકા નિભાવશે, પરંતુ તેમના આવતા પહેલા જમીન તૈયાર કરવી જરૂરી છે.
તેમણે સ્વીકાર કર્યો કે ઉત્તર પ્રદેશમાં પાર્ટીને 1991 અને 1998ની સ્થિતિમાં લાવવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડશે પરંતુ તેઓ અત્ર પાર્ટીમાં જૂથવાદ નહીં હોવાનો દાવો કરે છે. શાહે જણાવ્યું કે પાર્ટી પ્રભારી હોવાના નાતે તેઓ નાનાથી લઇને મોટા બધા જ પાર્ટી કાર્યકર્તાઓને વિશ્વાસમાં લેશે.
અમિત શાહે જણાવ્યું કે તેઓ ઉત્તર પ્રદેશમાં પાર્ટીને એ રીતે સક્રિય કરવાની કોશિશ કરશે કે આ રાજ્યમાંથી લોકસભાની વધુમાં વધુ બેઠકો જીતી શકાય જેથી કેન્દ્રમાં સરકાર બનાવવામાં મદદ મળી શકે.












Click it and Unblock the Notifications
