For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે છત્તીસગઢની સુકમા-બીજાપુર બૉર્ડર પર, નક્સલી હુમલામાં 23 જવાન થયા છે શહીદ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોમવારે(5 એપ્રિલ) છત્તીસગઢની સુકમા-બીજાપુર બૉર્ડરનો પ્રવાસ કરશે.

|
Google Oneindia Gujarati News

રાયપુરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોમવારે(5 એપ્રિલ) છત્તીસગઢની સુકમા-બીજાપુર બૉર્ડરનો પ્રવાસ કરશે જ્યાં નક્સલીઓએ સુરક્ષાકર્મીઓ પર હુમલો કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ સુકમા-બીજાપુર બૉર્ડરનો પ્રવાસ કર્યા બાદ ઘાયલ જવાનોને હોસ્પિટલમાં મળવા જશે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા સીમા પર થયેલી અથડામણમાં 23 જવાન શહીદ થઈ ગયા છે. જો કે એક જવાનના નામ સિવાય બાકી વસ્તુઓની ઓળખ થઈ શકી નથી જ્યારે 31 અન્ય જવાન ઘાયલ થયા છે. આ વર્ષ 2021ની અત્યાર સુધીની આ સૌથી મોટી નક્સલી ઘટના જણાવામાં આવી રહી છે. નક્સલી હુમલા બાદ અમિત શાહે રવિવારની સાંજે દિલ્લીમાં એક હાઈ લેવલ મીટિંગ પણ રાખી હતી.

Amit Shah

બસ્તર રેંજના પોલિસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ રવિવારે (4 એપ્રિલ) માહિતી આપી છે કે નક્સલી હુમલાવાળા ઘટના સ્થળથી અત્યાર સુધી 22 જવાનોના શબ મળ્યા છે. જેમાં ડીઆરજીના 8 જવાનો, સીઆરપીએફના કોબરા બટાલિયનના 7 જવાનનો, સીઆરપીએફ બસ્તરિયા બટાલિયનનો 1 જવાન અને એસટીએફના 6 જવાનના શબ જપ્ત કરવામાં આવ્યા છે. કોબરા બટાલિયનનો એક જવાન હજુ પણ ગુમ છે.

બીજાપુર એનકાઉન્ટર ખુફિયા વિભાગની નિષ્ફળતા નથીઃ CM ભૂપેશ બઘેલબીજાપુર એનકાઉન્ટર ખુફિયા વિભાગની નિષ્ફળતા નથીઃ CM ભૂપેશ બઘેલ

English summary
Amit Shah will visit the site where Naxals attacked security personnel at Sukma-Bijapur border in Chhattisgarh today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X