2019માં અમિત શાહનું મિશન 350, હકીકત કે પોકળ વાતો?

Written By:
Subscribe to Oneindia News

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હાલમાં જ કહ્યું કે અમારી પાર્ટી 5 કે 10 વર્ષ સત્તામાં રહેવા નથી આવી. પણ દેશમાં મોટા બદલાવ લાવવા માટે ભાજપે 40 થી 50 વર્ષ સત્તામાં રહેવું પડશે. જો કે તે વાત પણ એટલી જ સાચી છે કે દર પાંચ વર્ષે નવા વોટર આવે છે અને 50 વર્ષ સુધી ભાજપનું સત્તામાં રહેવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. ત્યારે હાલ ભાજપ અધ્યક્ષ અમિત શાહે લોકસભાની ચૂંટણી માટે મિશન 350નું લક્ષ્ય રાખ્યું છે. આ માટે અમિત શાહે પાર્ટીના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપી છે. તે વાતમાં કોઇ બે મત નથી કે ભાજપ પાછલા ત્રણ વર્ષોમાં દેશની રાજ્યકક્ષાની ચૂંટણીમાં જીતતી આવી રહી છે. 2019માં જનરલ ઇલેક્શન વખતે પાર્ટીનો ટારગેટ 350 થોડું વધુ પડતો અને અશક્ય લાગી રહ્યો છે. કારણ કે તેવા અનેક મુદ્દાઓ છે જે ભાજપની મુશ્કેલી આવનારા સમયમાં વધારી શકે છે અને તેને તેના ટાર્ગેટ 350થી દૂર લઇ જઇ શકે છે.

ભાજપની સ્થિતિ

ભાજપની સ્થિતિ

હાલ દેશના 18 રાજ્યોમાં ભાજપની સરકાર છે. 14 રાજ્યો સંપૂર્ણ પણે કેસરિયો લહેરાયો છે. સાથે જ તે 100 મિલિયન મેમ્બર સાથે દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો પણ દાવો કરે છે. બિહારને છોડી દઇએ તો અત્યાર સુધી અમિત શાહને તમામ રણનીતિઓ યોગ્ય રહી છે તેને ભાજપને જીત આપવી છે. પણ 2014ની ચૂંટણી કરતા 2019ની ચૂંટણી એકદમ અલગ છે. જ્યાં શાહ માટે અનેક જગ્યાએ મુશ્કેલીઓ ઊભી છે બહુ દૂર ના પણ જઇએ તો ગુજરાતની વાત કરીએ અહીં પણ આ વખતે ભાજપનું જીતવું મુશ્કેલ છે.

350નો આંકડો

350નો આંકડો

આ તમામની વચ્ચે 2019માં 350 નો આંકડો મેળવવો આકાશના અંતને શોધવા જેટલું જ મુશ્કેલ છે. ભલે ભાજપે ઉત્તર પ્રદેશમાં જીત મેળવી લીધી હોય પણ ઓડિસ્સા, પશ્ચિમ બંગાળ સમેત દક્ષિણના રાજ્યોમાં ભાજપ કંઇ ખાસ નથી કરી શકી. માન્યું કે ભાજપની મુશ્કેલી વધારવા માટે હાલ કોઇ સબય વિપક્ષ પક્ષ સત્તામાં નથી બેઠો. પણ મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, છત્તીગઢમાં જીત માટે જનતાને વાયદા કર્યા હતા તેનો પ્રભાવ જનરલ ઇલેક્શનમાં જોવા જરૂર મળશે.

મુસ્લિમ કાર્ડ

મુસ્લિમ કાર્ડ

2014ની ચૂંટણીમાં ભાજપને ઉત્તર પ્રદેશ સમેત અનેક રાજ્યોથી મોટી સંખ્યામાં મુસ્લિમ વોટ મળ્યા હતા તે વાતની ના નહીં. પણ હાલ જે ત્રણ તલાક, બીફ વિવાદ, ગૌરક્ષા જેવા મુદ્દા છે તેનાથી મુસ્લિમ સમાજ હાલ નારાજ છે તે વાત ટાળી શકાય તેમ નથી. વળી અનામત મામલે પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાતમાં લોકો પોતાનો હક માંગી રહ્યા છે. દલિતો પણ ગૌરક્ષા કાંડ અને રોહિત વેમૂલા પ્રકરણ બાદ મોદી સરકારથી નાખુશ છે. ત્યારે 2019માં ભાજપ માટે આ તમામ કારણો મહત્વના સાબિત બની શકે છે.

શાહની રણનીતિ

શાહની રણનીતિ

બિહારમાં ભલે જેડીયૂ સાથે ગઠબંધન કરીને અમિત શાહે મોટી રણનૈતિક સફળતા મેળવી હોય. અને ભલે તે 40 સીટોથી તેને ફાયદો પણ થતો હોય પણ કેરળ, ઓડિસ્સા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ભાજપ હજી પણ અસફ રહી છે. તમિલનાડુમાં પણ શાહની નીતિઓ સફળ થતી જોવા નથી મળી રહી. વળી ગુજરાતમાં પણ ભાજપ સામે અનેક મુશ્કેલી ઊભી છે. આ તમામ વચ્ચે શું શાહ તમામ મુશ્કેલીઓને પાર કરીને 2019 માટે મિશન 350નો આંકડો મેળવી શકશે તે જોવાનું રહે છે.

English summary
amit shahs mission 350 for 2019 a bjp dream or real possibility.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.