For Quick Alerts
For Daily Alerts
Big Bને ટેક્સ ચોરી મામલે SCની નોટિસ
નવી દિલ્હી, 8 જાન્યુઆરી: બોલીવુડના સહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સુપ્રીમ કોર્ટે ટેક્સ ચોરી મામલે નોટિસ ફટકારી છે. ઇનકમ ટેક્સ વિભાગે અમિતાભ પર કેબીસી દરમિયાન કરેલી આવકમાં 1 કરોડ 66 લાખ રૂપિયાની ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો છે. આ પહેલા પણ અમિતાભ પર ટેક્સ સાથે સંકળાયેલ કેસ સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ નવા મામલાને એક સાથે જોડીને કોર્ટે તેમને નોટિસ ફટકારી છે.
ઇનકમ ટેક્સ વિભાગનો આરોપ છે કે અમિતાભે કેબીસીની કમાણીમાંથી 1.66 કરોડ રૂપિયાનો ટેક્સ ચોરી કરી છે. ઇનકમ ટેક્સ વિભાગની દલિલોના આધારે કોર્ટે અમિતાભ બચ્ચનને નોટિસ ફટકારી છે.
નોંધનીય છે કે આની પહેલાના પણ કેટલાક ટેક્સ મામલે અમિતાભના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલા લગભગ 4-5 વર્ષથી ચાલી રહ્યા છે. ત્યારે પણ ઇનકમ ટેક્સ વિભાગે અમિતાભ પર ટેક્સ ઓછો આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે હજી સુધી અમિતાભ બચ્ચન તરફથી આ નોટિસનો કોઇ જવાબ અપાયો નથી.