For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની 'બિગ' ડીલ: મોદીનો અવાઝ બનશે અમિતાભ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 ઓગષ્ટ: અમિતાભ બચ્ચન હવે નરેન્દ્ર મોદીનું પણ બ્રાડિંગ કરશે. અત્યાર સુધી ગુજરાત ટૂરિઝમની જાહેરાતમાં દેખાનાર બિગ બીએ આ માટે હા કરી દિધું છે અને આ માટે કેટલા શૂટ પણ કરી લીધા છે. હવે આનાથી પ્રશ્ન થાય છે કે લોકપ્રિયતામાં નંબર વન હોવાનો દાવો કરનાર નરેન્દ્ર મોદીને આખરે અમિતાભના અવાઝની જરૂરિયાત કેમ પડી?

'કુછ દિન તો ગુજરીએ ગુજરાત મેં', અત્યાર સુધી ગુજરાતની પ્રશંસા કરનાર અને ગુજરાતમાં થોડા દિવસો રોકવવાની અપીલ કરનાર અમિતાભ બચ્ચન હવે નરેન્દ્ર મોદીની શાન માટે પણ કંઇક કહેશે. ''ખુશ્બુ ગુજરાત કી...'' હવે ખુશ્બુ મોદીના સુશાસનની, આ ચહેરો તૈયાર કરી લેશે આ વાત બૉલીવુડના મેગાસ્ટારના મોંઢેથી સાંભળવા મળશે.

Modi-Amitabh

અમિતાભ બચ્ચને નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનની જાહેરાત માટે પોતાનો અવાઝ આપવાની સંમતિ જાહેર કરી દિધી છે. વીડિયોમાં બિગ બીના અવાજમાં બતાવવામાં આવશે કે મોદી દેશના ભવિષ્યના નેતા છે જે દેશને વિકાસના માર્ગે લઇ જશે. આ પહેલાં ગુજરાત ટૂરિઝમની જાહેરાતમાં જ્યારથી અમિતાભ બચ્ચને લાવવામાં આવ્યાં તો ટૂરિઝમનો ચહેરો બદલાઇ ગયો. ગુજરાત દેશમાં જ નહી પરંતુ દુનિયાભરમાં સંદેશ આપવામાં સફળ રહ્યું છે કે આ પ્રદેશમાં કંઇક તો ખાસ છે.

ખાસ વાત એ છે કે જ્યારે અમિતાભ બચ્ચને જ્યારે ગુજરાત ટૂરિઝમ માટે કામ કરવાનું કબૂલ કર્યું હતું, તો નરેન્દ્ર મોદીની નિકટતાને લઇને તેમની ટીકા કરવામાં આવી હતી. ત્યારે તેમને કહ્યું હતું કે પોતાના જ દેશના કોઇ પ્રદેશ માટે કામ કરવામાં શું વાંધો હોવો જોઇએ. પરંતુ હવે તો અમિતાભ બચ્ચન સીધેસીધી રીતે એક ચહેરાની વકિલાત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવાનો પ્રયત્ન કર્યો નથી, પરંતુ પહેલાં મુલાયમ અને હવે અખિલેશ યાદવનો પ્રદેશ કેટલો બદલાઇ ગયો છે તે બધાની સામે જ છે.

હવે નરેન્દ્ર મોદીના પ્રમોશનમાં અમિતાભ કેટલા સફળ રહે છે તેનો અંદાજો તો પછી ખબર પડશે, પરંતુ નરેન્દ્ર મોદી-અમિતાભ બચ્ચનની આ જુગલબંધી પર રાજકીય પ્રહારો શરૂ થવામાં કદાચ સમય લાગશે નહી.

English summary
Narendra Modi’s Gujarat model, Voice of Amitabh Bachchan in Rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X