For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમ્ફાન સાયક્લોનઃ પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સ્થાનિક ભાષામાં મેસેજ એલર્ટ

ચક્રવાતી તોફાન અમ્ફાનના ઓરિસ્સા કિનારે પહોંચવા સાથે જ અમુક હિસ્સામાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારબાદ સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવવાનુ કાંમ શરૂ કરી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચક્રવાતી તોફાન અમ્ફાનના ઓરિસ્સા કિનારે પહોંચવા સાથે જ અમુક હિસ્સામાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારબાદ સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવવાનુ કાંમ શરૂ કરી દેવામાં આવ્યુ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સ(એનડીઆરએફ), ભારતીય હવામાન વિભાગ અને ટેલીકૉમ સચિવે પ્રેસ કૉન્ફરન્સમાં તૈયારીઓ વિશે માહિતી આપી છે. હવામાન વિભાગના મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યુ છે કે આ સૌથી તેજ ચક્રવાત છે. 1999 બાદ બંગાળની ખાડીમાં આ બીજુ સુપર સાઈક્લોન છે. અત્યારે સમુદ્રમાં હવાની ગતિ 200-240 કિમી પ્રતિ કલાક છે અને તે ઉત્તર પશ્ચિમોત્તર દિશા તરફ આગળ વધી રહ્યુ છે.

anshu prakash

ટેલીકૉમ સચિવ અંશુ પ્રકાશે માહિતી આપી છે કે પ્રભાવિત જિલ્લાઓમાં લોકોને બહાર લાવવા માટે એસએમએસના માધ્યમથી એલર્ટ અને માહિતીઓ મોકલવામાં આવી રહી છે. આના માટે એસએમએસ એલર્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. આ રાજ્ય સરકારોના ઉપર છે કે તે કઈ ફ્રિકવન્સી પર એલર્ટ મોકલવા માંગે છે. આ મફત છે અને સ્થાનિક ભાષાઓમાં છે. અંશુ પ્રકાશે જણાવ્યુ છે કે તોફાન ગયા બાદ ઈન્ટ્રા-સર્કલ રોમિંગ ચાલુ રહેશે. ટેલીકૉમ સેવા ગ્રાહકોને કહેવામાં આવ્યુ છે કે પૂરતી સંખયામાં જનરેટર્સની વ્યવસ્થા કરી લે, તેના માટે ડીઝલની વ્યવસ્થા કરી લે અને તેને દરેક જિલ્લામાં પહોંચાડે જેનાથી જો વિજળી સેવા પ્રભાવિત થાય તો આ જનરેટર્સની મદદથી ટૉવર કામ કરી શકે. એનડીઆરએફ પ્રમુખ એસ એન પ્રધાને જણાવ્યુ કે ઓરિસ્સામાં 15 ટીમો તૈનાત છે. આ ટીમ જાગૃકતા ફેલાવવા અને માહિતીઓ પહોંચાડવા સાથે લોકોને બહાર લાવવાનુ કામ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં ચાર ટીમ તૈનાત કરવામાં આવી છે. બંગાળમાં બે ટીમ બેકઅપમાં છે. તેમણે કહ્યુ કે અમે અત્યારે બેવડા પડકારનો સામનો કરી રહ્યા છે. એક કોરોના વાયરસ અને બીજો અમ્ફાન વાવાઝોડુ.

પ્રધાને જણાવ્યુ છે કે એનડીઆરએફની છ બટાલિયન (11, 9, 1, 4, 5)ને આમાં શામેલ કરી છે. આમાંથી 11મી બટાલિયન વારાણસીાં છે, 9મી પટનામાં, 1 ગુવાહાટીમાં, 10મી વિજયવાડામાં, ચોથી અરક્કોનમમાં અને 5મી પૂણેમાં છે. તેમની પાસે મિલિટ્રી એરપોર્ટ છે અને તેમને તરત લાવવામાં આવી શકે છે. દરેક બટાલિયનમાં ચાર ટીમો છે. એવામાં અમારી પાસે 24 વધુ ટીમ છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યુ છે કે પશ્ચિંમ બંગાળમાં ઉત્તરી અને દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લાઓની વાવાઝોડાથી પ્રભાવિત થવાની સંભાવના છે. કોલકત્તા, હુગલી, હાવડા અને પશ્ચિમી મિદનાપુર જિલ્લાઓને 110-120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનનો સામનો કરવો પડશે જે 135 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

ગુજરાતમાં રોજગાર મળતા 200થી વધુ શ્રમિકોએ ટિકિટ કેન્સલ કરાવીગુજરાતમાં રોજગાર મળતા 200થી વધુ શ્રમિકોએ ટિકિટ કેન્સલ કરાવી

English summary
Amphan Cyclone SMS alerts generated to people in affected dists for evacuation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X