For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Amphan: દીઘાના સમુદ્રમાં હાઈટાઈડ, જાણો કેમ છે ખતરનાક?

આજે બપોર બાદ અથવા સાંજ સુધી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કાંઠે અમ્ફાન વાવાઝોડુ ટકરાવાની સંભાવના છે. આની અસર પર દેખાવી શરૂ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

બંગાળની ખાડીમાં ઉઠેલ ચક્રવાતી તોફાન 'અમ્ફાન' ઓરિસ્સાના તટ પાસે પહોંચી ગયુ છે. આજે બપોર બાદ અથવા સાંજ સુધી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કાંઠે ટકરાવાની સંભાવના છે. આની અસર પર દેખાવી શરૂ થઈ ગઈ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. વળી, ઓરિસ્સાના પ્રભાવુત 13 જિલ્લાઓમાંથી લગભગ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે. ચક્રવાતના કારણે રાજ્યોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

200 KMPHની ઝડપે ટકરાશે મહાતોફાન

200 KMPHની ઝડપે ટકરાશે મહાતોફાન

ઓરિસ્સાના ઘણા વિસ્તારોમાં વરસાદ પણ થયો. હવામાન વિભાગન દ્વારા જારી બુલેટિનમાં કહેવામાં આવ્યુ છે કે પારાદ્વીપમાં અત્યારે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ચાંદબલીમાં પવનની ગતિ 74 કિલોમીટર પ્રતિ કલાક, બાલાસોરમાં 61 કિલોમીટર પ્રતિ કલાક અને પુરીમાં 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વળી, બંગાળમાં પશ્ચિમ બંગાળના ઈસ્ટ મેદિનીપુરના દીઘામાં સમુદ્રમાં હાઈ ટાઈડ થયુ છે. આ તોફાન કાંંઠેથી 200 KMPHની ઝડપથી ટકરાઈ શકે છે.

શું છે હાઈ ટાઈડ?

શું છે હાઈ ટાઈડ?

વાસ્તવમાં હાઈ ટાઈડ આવવી કે સમુદ્રનુ સ્તર વધવુ-ઘટવુ, ચંદ્રમા અને સૂરજમાંથી પેદા થતા ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીના ચક્કર લગાવવાના કારણે પેદા થાય છે. બેરોમેટ્રિક દબાણના કારણે સમુદ્રમાં તોફાન ઉઠે છે. જેના કારણે સમુદ્રમાં ઉંચી અને શક્તિશાળી લહેરો ઉઠે છે કે જે ખૂબ જ ખતરનાક હોય છે.

ડિસ્ટ્રીક્ટિવ કે કન્સ્ટ્રક્ટિવ લહેરો

ડિસ્ટ્રક્ટીવ કે કન્સ્ટ્રક્ટિવ બે પ્રકારની લહેરો હોય છે. જ્યારે લહેર ઉઠે છે ત્યારે પાણીમાં સમુદ્રના કિનારા સુધી આવે છે આને 'સ્વેશ' કહેવામાં આવે છે જ્યારે પાણી પાછુ જાય છે તો તેને 'બેકવૉશ' કહેવામાં આવે છે. આ ઘણુ શક્તિશાળી હોય છે કે જે પોતાની સાથે ભારેથી અતિભારે વસ્તુઓને લઈ શકે છે.

કોલકત્તા એરપોર્ટ બંધ, ફ્લાઈટો સ્થગિત

હાઈટાઈડને જોતા પશ્ચિમ બંગાળમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નાગરિક સુરક્ષાકર્મીઓએ લોકોને આગ્રહ કર્યો છે કે તે ઘરની અંદર જ રહે. વળી, પશ્ચિમ બંગાળના એરપોર્ટ ડાયરેક્ટરે કહ્યુ કે અમ્ફાન તોફાનના કારણે કાલે સવારે 5 વાગ્યા સુધી કોલકત્તા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે અને બધા ઑપરેશન્સ બંધ કરવામાં આવ્યા છે. આમાં કોરોનાના કારણે આવતી સ્પેશિયલ ફ્લાઈટ્સ પણ શામેલ છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ફ્લાઈટ્સમાં વંદે ભારત મિશન હેઠળ વિદેશથી ભારતીયોને લાવવામાં આવી રહ્યા છે.

આ SMS ખોલતા જ તમારા ખાતામાંથી ઉડી જશે પૈસા, CBIએ જારી કર્યુ એલર્ટઆ SMS ખોલતા જ તમારા ખાતામાંથી ઉડી જશે પૈસા, CBIએ જારી કર્યુ એલર્ટ

English summary
Amphan: Read everyhting about cyclone amphan east medinipur witness of high tide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X