For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AN-32: ગુમ ફ્લાઈટ લેફ્ટનન્ટ મોહિત ગર્ગના પિતા બોલ્યા, અમે છેલ્લા શ્વાસ સુધી શોધીશુ

ગુમ થયેલા એએન-32 વિમાનમાં પંજાબના પટિયાલાના રહેવાસી ફ્લાઈટ લેફ્ટનન્ટ મોહિત ગર્ગ પણ સવાર હતા. મોહિતના પિતા સુરિન્દરપાલ ગર્ગ તેમજ કાકા ઋષિપાલ ગર્ગ જોરહાટ પહોંચી ગયા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેનાના વિમાન એએન-32નો ચોથા દિવસે પણ કોઈ સુરાગ મળી શક્યો નથી. આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 13 લોકો સવાર હતા. સોમવારે બપોરે લગભગ 12.25 વાગે જોરહાટથી ઉડાન ભર્યા બાદ આ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. ગુમ થયેલા એએન-32 વિમાનમાં પંજાબના પટિયાલાના રહેવાસી ફ્લાઈટ લેફ્ટનન્ટ મોહિત ગર્ગ પણ સવાર હતા. મોહિતના પિતા સુરિન્દરપાલ ગર્ગ તેમજ કાકા ઋષિપાલ ગર્ગ જોરહાટ પહોંચી ગયા છે જ્યાં તેમની પત્ની આસ્થા એકલી છે. જ્યારે મોહિતના ગુમ થવાના સમાચાર તેમની માને આપવામાં આવ્યા નથી.

આ પણ વાંચોઃ Pics: પ્રિયંકાએ કરાવ્યુ બ્લાઉઝ વિનાની સાડીમાં હૉટ ફોટોશૂટ, ફેન્સ ભડક્યા કહ્યુ, 'બેશરમ'આ પણ વાંચોઃ Pics: પ્રિયંકાએ કરાવ્યુ બ્લાઉઝ વિનાની સાડીમાં હૉટ ફોટોશૂટ, ફેન્સ ભડક્યા કહ્યુ, 'બેશરમ'

મોહિતના પિતા અને કાકા પહોંચ્યા જોરહાટ

મોહિતના પિતા અને કાકા પહોંચ્યા જોરહાટ

મોહિતની બિમાર મા સુલોચના દેવીને આ વિશે કંઈ જણાવવામાં આવ્યુ નથી કારણકે તે હ્રદયરોગના દર્દી છે. વિમાન ગાયબ થયાના સમાચાર જેવા મળ્યા હતા કે તરત જ ફ્લાઈટ લેફ્ટનન્ટ મોહિત ગર્ગના પિતા સુરેન્દ્રપાલ અસમ માટે રવાના થઈ ગયા હતા. મોહિત છેલ્લા 5 વર્ષથી જોરહાટમાં પોસ્ટેડ છે અને ગયા વર્ષે જ જલંધરની રહેવાસી આસ્થા સાથે તેમના લગ્ન થયા હતા.

પુત્રની શોધમાં લાગ્યા પિતા

પુત્રની શોધમાં લાગ્યા પિતા

મોહિતને શોધવા માટે જોરહાટ પહોંચેલા પિતાએ કહ્યુ, ‘મને મારો દીકરો કોઈ પણ સ્થિતિમાં પાછો જોઈએ અને જ્યાં સુધી તે નહિ મળે કંઈ નહિ કરુ. મારે વધુ કંઈ કહેવુ નથી, હું મારા દીકરાને શોધી રહ્યો છુ, હું છેલ્લા શ્વાસ સુધી તેને શોધીશ.' તેમણે કહ્યુ કે, ‘હજુ સુધી કોઈ સમાચાર આવ્યા નથી, ના વિમાનના કોઈ સુરાગ મળી શક્યા છે. મને કોઈ પણ સ્થિતિમાં મારો દીકરો પાછો જોઈએ.'

મોહિતના ભાઈને સરકાર સામે છે ફરિયાદ

મોહિતના ભાઈને સરકાર સામે છે ફરિયાદ

મોહિતના મોટા ભાઈ અશ્વનીને સરકાર સામે ઘણી ફરિયાદો છે. તે કહે છે, ‘સરકારે પોતાના જવાનોનું ધ્યાન રાખવુ જોઈએ જે દેશની સુરક્ષામાં લાગેલા હોય છે. તેમની પાસે અત્યાધુનિક ઉપકરણો હોવા જોઈએ, હું માત્ર એટલુ કહેવા ઈચ્છુ છુ કે ભવિષ્યમાં આવુ કોઈની પણ સાથે ના થાય.' મોહિતના ભાઈ અશ્વની કમિશન એજન્ટ છે જ્યારે બહેન પરીણિત છે. મોહિત એક વેપારી પરિવારમાંથી આવે છે. સાયન્સમાં 12માંનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોહિતે એન્જિનિયરીંગનો અભ્યાસ કરવાનો ઈનકાર કરી દીધો હતો કારણકે તેમણે એનડીએની પરીક્ષા પાસ કરી લીધી હતી.

ગયા વર્ષે થયા હતા મોહિતના લગ્ન

ગયા વર્ષે થયા હતા મોહિતના લગ્ન

અશ્વનીએ જણાવ્યુ કે, ‘મોહિતે પરિવારનો વેપાર સંભાળવાનો ઈનકાર કરી દીધો હતો. મોહિત ગયા વર્ષે દિવાળીમાં ઘરે આવ્યા હતા અને તે ટૂંક સમયમાં ફરીથી ઘરે પાછા આવવાના હતા કારણકે મા બહુ જીદ કરી રહી હતી. મેસનું ખઈને કંટાળેલા મોહિતને પણ માના હાથનું ભોજન ખાવુ હતુ.' સૈનિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ મોહિત એનડીએમાં જતા રહ્યા. મોહિત બાળપણથી ઘરે વધુ ન રહ્યા હોવાથી ઘરવાળાને મોહિતનું આસપાસ ન હોવુ વધુ હેરાન કરી રહ્યુ છે. ઘરવાળા ગાયબ વિમાન સાથે જોડાયેલા દરેક સમાચારો પર નજર રાખી રહ્યા છે.

English summary
AN 32: mohit garg's father is searching him, mother doesn't khow her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X