For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં એક ઓટોરિક્ષામાં થયો વિસ્ફોટ, ડ્રાઇવર અને પેસેન્જર ઘાયલ

કર્ણાટકના મેંગ્લોરમાં શનિવારના રોજ એક ચાલુ ઓટોરિક્ષામાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ આગ લાગી ગઇ હતી અને આસપાસ ધુમાડો પ્રસરી ગયો હતો. આ ઘટનામાં રિક્ષા ડ્રાઇવર અને મુસાફર ઘાયલ થયા હતા.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના મેંગ્લોરમાં શનિવારના રોજ એક ચાલુ ઓટોરિક્ષામાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ આગ લાગી ગઇ હતી અને આસપાસ ધુમાડો પ્રસરી ગયો હતો. આ ઘટનામાં રિક્ષા ડ્રાઇવર અને મુસાફર ઘાયલ થયા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ, સીસીટીવી ફુટેજમાં ઓટોરિક્ષામાં આગ લાગતા જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં પોલીસ અધિકારીઓએ આ વાતનો સ્વીકાર કર્યો નથી કે, આ એક વિસ્ફોટ હતો.

જોકે, થોડા સમય બાદ આ ઘટના અંગે કર્ણાટકના ડીજીપી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે આ વિસ્ફોટ છે એવી પુષ્ટી થઇ ગઇ છે. વિસ્ફોટ અકસ્માત નથી, આ એક ઇરાદાપૂર્વક કરેલું આતંકવાદી કૃત્ય છે. કર્ણાટક રાજ્ય પોલીસ કેન્દ્રીય એજન્સી સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આતંકવાદી ઘટનાને નકારી શકાય નહીં - કર્ણાટકના ગૃહમંત્રી

આતંકવાદી ઘટનાને નકારી શકાય નહીં - કર્ણાટકના ગૃહમંત્રી

કર્ણાટકના ગૃહ પ્રધાન અરાગા જ્ઞાનેન્દ્ર દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. આ અંગે જ્ઞાનેન્દ્ર જણાવે છે કે, રાજ્ય પોલીસે મેંગ્લોર ઓટો-રિક્ષા બ્લાસ્ટની ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે. એવી આશંકા છે કે, આ એક આતંકવાદી ઘટના હોય શકે છે. કેન્દ્રીય તપાસ ટીમ રાજ્ય પોલીસ સાથે આ અંગેની તપાસમાં જોડાશે.

લોકોને અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી

આ અગાઉ મેંગ્લોર શહેર પોલીસ કમિશનર એન શશિ કુમાર ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને નિરીક્ષણ કર્યા બાદ પત્રકારો સાથે કરેલી વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ઓટોરિક્ષામાં આગ લાગી હતી અને ગભરાવાની જરૂર નથી.

આ સાથે તેમણે લોકોને અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી હતી. ઓટોરિક્ષામાં રહેલા લોકોએ આગ જોઈ અને એક મુસાફર અને ડ્રાઈવર આગમાં ઘાયલ થયા હતા.

શશિ કુમારે જણાવ્યું હતું કે, તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આ વિસ્ફોટ હતો? તેમણે જણાવ્યું હતું કે, અમે પ્રથમ દૃષ્ટિએ આ અંગે કોઇપણ જાણકારી નથી. જો તેમની પાસે માહિતી આવશે, તો તે પત્રકારો સાથે શેર કરશે.

તપાસ ટીમની રચના કરાઇ

તપાસ ટીમની રચના કરાઇ

આ સાથે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, અમે ઘટનાનું કારણ ચકાસવા માટે વિશેષ ટીમ અને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબ) ટીમને બોલાવી છે. કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે. તેની સારવાર ચાલી રહી છે.

ઘાયલોની સ્થિતિ અંગે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, તેમણે હોસ્પિટલ સત્તાવાળાઓ સાથે વાત કરી નથી. ઓટોરિક્ષા ડ્રાઈવરની સારવાર ચાલી રહી છે અને તે તેની સાથે વાત કર્યા પછી જ આ અંગે કોઇ નિવેદન પર ટિપ્પણી કરી શકશે.

English summary
An autorickshaw blast in Karnataka, driver and passenger injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X