બટન કોઇપણ દબાવો વોટ ભાજપના ખાતામાં!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગુવાહાટી, 3 એપ્રિલ: લોકસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોર પર ચાલી રહી છે. ચૂંટણી કમિશન ઇવીએમ મશીનની ટેસ્ટિંગ અને ચૂંટણી કર્મીઓને ટ્રેનિંગ આપવામાં લાગેલ છે. અસમના જોરહાટમાં એક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની મોક ટેસ્ટમાં કંઇક એવું થયું કે ચૂંટણી કર્મચારીઓના હોંશ ઉડી ગયા.

ઇવીએમની ટેસ્ટિંગ દરમિયાન જ્યારે ઇવીએમનું કોઇપણ દબાવવામાં આવતું તો વોટ ભાજપના ખાતામાં જતો હતો. કોઇપણ બટન દબાવવા છતાં વોટ ફક્ત ભાજપના ખાતામાં જતો રહેતો હતો, જેને જોઇને બધા આશ્વર્યમાં પડી ગયા હતા. જોરહાટ સંસદીય વિસ્તારના રિટર્નિંગ ઓફિસર બધા મશીનોની ટેસ્ટિંગ ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના એન્જિનિયર પાસે તપાસ કરાવી રહ્યાં હતા. ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન તે કંપનીઓમાં સામેલ છે, જે ઇવીએમ બનાવે છે.

electronic-voting-machine-600

અત્રે ઉલ્લેખનીય છે કે જોરહાટમાં 7 એપ્રિલના રોજ મતદાન યોજાવવાનું છે. અહીંથી કોંગ્રેસ તરફથી પૂર્વ કેન્દ્રિય મંત્રી બિજોય કૃષ્ણ હાંડિક અને ભાજપના તરફથી યુવા આદિવાસી નેતા કામાખ્યા તાસા ચૂંટણી મેદાનમાં છે. ઇમીએમ મશીનમાં મળેલી ગડબડી બાદ રાજ્યાના મુખ્ય ચૂંટણી અધિકારીએ બધા ઇવીએમને તપાસના આદેશ આપ્યા હતા અને કહ્યું હતું કે આ ઇવીએમને કોઇપણ પોલિંગ બૂથ પર મોકલવામાં ન આવે.

તે ઇવીએમમાં આવેલી આ ગડબડી બાદ કોંગ્રેસે ચૂંટણી કમિશનને અપીલ કરી હતી કે ના ફક્ત જોરહાટમાં પરંતુ આખા રાજ્યમાં ઇવીએમ મશીનની તપાસ કરાવવામાં આવે. કોંગ્રેસે આશંકા વ્યક્ત કરતાં કહ્યું હતું કે એક ખાસ પાર્ટીને ફાયદો પહોંચાડવા માટે ઇવીએમમાં છેડછાડ કરવામાં આવી છે.

English summary
An electronic voting machine raised many eyebrows across the state during a mandatory mock poll in Jorhat. Every time a button was pressed, the vote went in favour of BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X