For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલીન બાદ આંધ્ર પ્રદેશમાં આજે 'હેલન'નો ખતરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હૈદ્વારાબાદ, 21 નવેમ્બર: બંગાળની ખાડીમાં ઉદભવે ચક્રવાતી વાવાઝોડું હેલેન આજે ગમે ત્યારે આંધ્ર પ્રદેશના દક્ષિણ તટને ટકરાઇ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની ચેતાવણીમાં કહેવામાં આવ્યું છે કે હેલન વાવાઝોડું નેલ્લોર અને મછલીપત્તનમ વચ્ચે આંધ્રના તટ સાથે ટકરાશે. દક્ષિણ આંધ્ર અને ઉત્તરી તમિલનાડુમાં 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની ચેતાવણી પણ આપવામાં આવી છે. કેન્દ્ર શાસિત વિસ્તાર પર હેલન અસર વર્તાશે.

તૂફાન હેલનથી 65 લાખ એકડથી વધુ વિસ્તારમાં તૈયાર ઉભા પાકને નુકસાન પહોંચે તેવી આશંકા છે. 1980 બાદ આ પ્રથમ અવસર છે જ્યારે બંગાળની ખાડીમાં એક વર્ષમાં ત્રણ ચક્રવાતી વાવાઝોડું આવ્યું હોય. મહાસેન અને ફેલિન વાવાઝોડું તટીય વિસ્તારોમાં હોનારત કરી ચૂક્યું છે.

cyclone

અહીં જાહેર કરવામાં આવેલા સરકારી બુલેટીન અનુસાર હેલન તૂફાનના પ્રભાવમાં આવનાર વિસ્તારોમાં 48 કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે. ચક્રવાતથી કાચા મકાનો, ઝુપડા, વિજળી અને કોમ્યુનિકેશન સુવિધાને નુકશાન પહોંચી શકે છે. ચક્રવાતી વાવાઝોડાના ખતરાનો સામનો કરવા માટે વહિવટીતંત્રએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

English summary
A high alert has been sounded and relief and rescue teams have been put on standby mode as severe Cyclonic storm Helen is expected to hit the southern coast of Andhra Pradesh on Friday afternoon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X