For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્રપ્રદેશમાં વધુ એક ફેક્ટરીમાં ગેસ લીકેજ, 1 કર્મચારીનુ મોત, ત્રણ ઘાયલ

આંધ્રપ્રદેશના કરનૂલ જિલ્લામાં એસપીવાય એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં શનિવારે થયેલી અમેનિયા ગેસ લીકેજની ઘટનામાં એક કર્મચારીનુ મોત થઈ ગયુ

|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશના કરનૂલ જિલ્લામાં એસપીવાય એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં શનિવારે થયેલી અમેનિયા ગેસ લીકેજની ઘટનામાં એક કર્મચારીનુ મોત થઈ ગયુ જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ગયા મહિને વિશાખાપટ્ટનમાં થયેલ ગેસ લીકની ઘટનાને લોકો હજુ ભૂલી શક્યા નથી કે રાજ્યમાં આ રીતની બીજી ઘટના જોવા મળી છે.

andhra pradesh

કૂરનૂલના જિલ્લા કલેક્ટર જી વીરપાંડિયન અનુસાર આ ઘટના સવારે નંદયાળ શહેરના બહારના વિસ્તારમાં ઉડ્ડુમપુરમમાં નંદી ગ્રુપ ઑફ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક કંપની એસપીવાય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં થઈ જ્યારે ફેક્ટરીની અંદર એક ટેંકથી અમોનિયા ગેસ લીક થઈ ગયો. કારખાનાથી નીકળતી તીખી ગંધથી આસપાસના વિસ્તારના લોકોમાં ડર ફેલાઈ ગયો. ગેસ લીકેજથી બહારના વાતાવરણમાં નથી થયુ નહિતર ઘણુ નુકશાન થવાની સંભાવના હતી.

પોલિસે જણાવ્યુ કે મૃતકની ઓળખ એસપીબાઈ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જનરલ મેનેજર શ્રીનિવાસ રાવ તરીકે થઈ છે. કલોક્ટરે કહ્યુ કે રાવનો દમ ઘૂટવાથી મોત થઈ ગયુ અને ત્રણ અન્ય જે બેભાન થઈ ગયા તેમને પાસેની એક હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા અને તેમની હાલત સ્થિર છે. સ્થાનિક લોકોએ જણાવ્યુ કે ગેસ લીકેજના જેવા સમાચાર સામે આવ્યા કે ફેક્ટરીમાં કર્મચારી મજૂર ભાગવા લાગ્યા. આસપાસના લોકો પણ ઘરમાંથી નીકળીને જવા લાગ્યા.

કંપનીની માલિકી નંદી ગ્રુપ પાસે છે અને ઉદ્યોગ એનએચ 18 પર નંદયાલથી 3 કિમી દૂર કૂરનૂલ જિલ્લામાં સ્થિત છે. તેની વેબસાઈટ અનુસાર એસપીવાય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક આધુનિક અનાજ આધારિત આસવની છે જેમાં 1,50,000 લિટર અનાજનુ ઉત્પાદન થાય છે. આ પહેલા 7મેના રોજ એલજી પોલિમર્સના વિઝાગ સ્થિત એક પ્લાન્ટમાંથી લગભગ 800 ટન ખતરનાક સ્ટાઈરીન ગેસનો લીકેજ થયો હતો. આના કારણે 12 લોકોના મોત થઈ ગયા હતા અને 3000 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા.

આત્મહત્યાની પહેલી કોશિશમાં ફેલ થયા હતા સુશાંત? સામે આવી ચોંકાવનારી માહિતીઆત્મહત્યાની પહેલી કોશિશમાં ફેલ થયા હતા સુશાંત? સામે આવી ચોંકાવનારી માહિતી

English summary
Andhra Pradesh gas leak incident at SPY Agro Industries in Kurnool , 1 worker dead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X