For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્રપ્રદેશ સરકાર બેરોજગારોને 1000 રૂપિયા ભથ્થું આપશે

આંધ્રપ્રદેશ સરકાર રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને 1000 રૂપિયા ભથ્થું આપશે. ગુરુવારે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ પ્રકારનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશ સરકાર રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને 1000 રૂપિયા ભથ્થું આપશે. ગુરુવારે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ પ્રકારનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. તેલુગુ દેશમ પાર્ટીની સરકારે આ યોજનાને "મુખ્યમંત્રી યુવા નેસ્તમ" નામ આપ્યું છે. આ યોજનામાં 22 વર્ષથી 35 વર્ષના યુવા બેરોજગારોને દર મહિને 1000 રૂપિયા ભથ્થું આપવામાં આવશે.

12.26 લાખ યુવાનોને લાભ મળશે

12.26 લાખ યુવાનોને લાભ મળશે

રાજ્ય સરકાર તરફ થી કહેવામાં આવ્યું કે "મુખ્યમંત્રી યુવા નેસ્તમ" યોજનાનો લાભ રાજ્યના 12.26 લાખ બેરોજગાર યુવાનોને મળશે. જેના માટે સરકાર એક વેબસાઈટ લોન્ચ કરશે. જેમાં યુવાનો બેરોજગાર ભથ્થા માટે એપ્લાય કરી શકશે. ત્યારપછી તેમના એકાઉન્ટમાં પૈસા જમા કરાવવામાં આવશે. આ યોજનાને કારણે રાજ્ય સરકાર પર 8000 કરોડનો વધારે ભાર પડશે.

મુખ્યમંત્રી યુવા નેસ્તમ યોજના નામ આપવામાં આવ્યું

મુખ્યમંત્રી યુવા નેસ્તમ યોજના નામ આપવામાં આવ્યું

આંધ્રપ્રદેશ મંત્રી નારા લોકેશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બેરોજગારોને ભથ્થું આપવાનું એલાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ઘ્વારા વર્ષ 2014 ઈલેક્શન દરમિયાન જ કરવામાં આવ્યું હતું, જેને પૂરું કરવામાં આવ્યું છે. તેમને કહ્યું કે સરકાર મુખ્યમંત્રી યુવા નેસ્તમ યોજના હઠળ બેરોજગારોને ભથ્થું આપશે. તેની સાથે સાથે આ યોજનાને કૌશલ વિકાસ સાથે પણ જોડવામાં આવશે.

આ મહિનાના અંત સુધીમાં વેબસાઈટ લોન્ચ થશે

આ મહિનાના અંત સુધીમાં વેબસાઈટ લોન્ચ થશે

સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે યોજના સાથે સંબંધિત વેબસાઈટ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં લોન્ચ કરી દેવામાં આવશે. ભથ્થાની રકમ તમારા ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે સરકાર તેને ખુબ જ અગત્યની યોજના ગણાવી રહી છે.

English summary
Andhra Pradesh Government Announces Rs 1000 Allowance to Unemployed youths between 22 to 35 yrs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X