For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૌરવો ટેસ્ટ ટ્યુબ બેબી હતા અને રાવણ પાસે ઘણા એરપોર્ટ હતા

આંધ્ર વિશ્વવિદ્યાલય વાઇસ ચાન્સેલર જી નાગેશ્વર રાવ એક નવા દાવાને કારણે ચર્ચામાં આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

આંધ્ર વિશ્વવિદ્યાલય વાઇસ ચાન્સેલર જી નાગેશ્વર રાવ એક નવા દાવાને કારણે ચર્ચામાં આવી ગયા છે. ખરેખર તેમને કહ્યું કે હિંદુગ્રંથમાં જે કૌરવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓ સ્ટેમ સેલ અને ટેસ્ટ ટ્યુબ ટેક્નોલોજી ઘ્વારા પેદા થયા હતા. એટલું જ નહીં પરંતુ તેમને દાવો કર્યો કે ભારત પાસે હજારો વર્ષો પહેલા પણ મિસાઇલો હતી. નાગેશ્વર રાવે આ વાતો ઇન્ડિયન સાઇન્સ કોંગ્રેસમાં કહી.

આ પણ વાંચો: મહાભારતની ગાંધારીના 101 સંતાનો થવા પાછળનું શું હતુ રહસ્ય વાંચો અહીં...

હજારો વર્ષ પહેલા પણ ગાઇડેડ મિસાઇલો હતી

હજારો વર્ષ પહેલા પણ ગાઇડેડ મિસાઇલો હતી

તેમને પોતાના પ્રેજેન્ટેશન દરમિયાન જણાવ્યું કે ભગવાન રામ અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ કરતા હતા. જયારે ભગવાન વિષ્ણુ દુશ્મનનો પીછો સુદર્શન ચક્ર ઘ્વારા કરતા હતા. આ શસ્ત્ર નિશાનો લગાવી પાછા આવી જતા હતા. જેનાથી નક્કી થાય છે કે ભારત પાસે આજથી હજારો વર્ષ પહેલા પણ ગાઇડેડ મિસાઇલો હતી.

રાવણ પાસે 24 એરક્રાફ્ટ હતા

રાવણ પાસે 24 એરક્રાફ્ટ હતા

નાગેશ્વરે જણાવ્યું કે રામાયણ ઘ્વારા સાફ છે કે રાવણ પાસે ફક્ત પુષ્પક વિમાન જ ના હતું પરંતુ તેની પાસે બીજા 24 એરક્રાફ્ટ પણ હતા. તેમને એવું પણ કહી દીધું કે લંકામાં રાવણ પાસે એરપોર્ટ પણ હતા.

ગાંધારીએ 100 પુત્રોને જન્મ આપ્યો ના હતો

ગાંધારીએ 100 પુત્રોને જન્મ આપ્યો ના હતો

નાગેશ્વર રાવે જણાવ્યું કે દરેક લોકો આ વાત જાણીને ચોંકી ઉઠે છે કે ગાંધારીને 100 પુત્રો હતા પરંતુ કોઈ પણ એવું નથી વિચારતું કે આવું કઈ રીતે શક્ય છે. કોઈ સ્ત્રી 100 પુત્રોને કઈ રીતે જન્મ આપી શકે. આ સંભવ જ નથી. પરંતુ આજે આપણે જાણીયે છે કે ટેસ્ટ ટ્યુબ બેબી ઘ્વારા આ શક્ય છે. મહાભારતમાં 100 પુત્રોના જન્મ માટે ઈંડાને જમીનમાં રાખવામાં આવ્યા હતા.

English summary
Andhra university vice chancellor says kauravas were test tube babies and ravana had airports
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X