For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ ડીઝલ ભાવ વધારા પર આ વ્યક્તિએ પોતાનું સ્કુટર સળગાવ્યું

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઇ રહેલા ભાવ વધારાને કારણે દેશભરની જનતા ખુબ જ પરેશાન થઇ ચુકી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઇ રહેલા ભાવ વધારાને કારણે દેશભરની જનતા ખુબ જ પરેશાન થઇ ચુકી છે. કર્ણાટક ઈલેક્શન પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. તેલની કિંમતોમાં સતત નવમા દિવસે પણ વધારો જોવા મળ્યો છે. જેને કારણે હવે ઠેર ઠેર પ્રદર્શનો થઇ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર વિપક્ષ ઘ્વારા સરકાર પર હુમલા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ આંધ્રપ્રદેશમાં પણ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે.

પોતાના સ્કુટરને આગ

પોતાના સ્કુટરને આગ

આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં નંદિગામા માં ટીડીપી કાર્યકર્તા ઘ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારાનો વિરોધ કરવા માટે પોતાના સ્કુટરને આગ લગાવી દીધી. ટીડીપી કાર્યકર્તા પેટ્રોલ ડીઝલ ભાવ વધારા સામે ખુબ જ નારાજ છે. પેટ્રોલ અને ડીઝલમાં થઇ રહેલા ભાવ વધારાને કારણે દેશની જનતા ખુબ જ પરેશાન છે. જેને કારણે ભાજપા સરકારની નિષ્ફળતા સામે આવી રહી છે.

કાચા તેલની વધતી કિંમત

કાચા તેલની વધતી કિંમત

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થઇ રહેલો ભાવ વધારાનું કારણ કાચા તેલની વધતી કિંમત છે. કાચા તેલની કિંમત હાલમાં 70 ડોલર પ્રતિ બેરલ છે. વર્ષ 2013-14 દરમિયાન કાચા તેલની કિંમત 107 ડોલર પ્રતિ બેરલ હતી.

સતત વધી રહી કિંમત

મંગળવારે મુંબઈમાં પેટ્રોલ 84.70 અને ડિઝલ 72.48 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો. સ્થાનિક લોકોનું કહેવુ છે કે દર અઠવાડિયે તેલના ભાવ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોની અપેક્ષાએ તેલ વધુ મોંઘુ છે. વળી, ભોપાલમાં પેટ્રોલ 82.47 અને ડિઝલ 72.45 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયુ છે. તેલના ભાવોમાં સતત 10માં દિવસે વૃદ્ધિ જોવા મળી છે.

English summary
Andhra Pradesh: TDP worker set his own two-wheeler in protest against fuel price hike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X