For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનિલ દેશમુખને 6 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને NCP ધારાસભ્ય અનિલ દેશમુખને PMLA કોર્ટે 6 નવેમ્બર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલી દીધા છે. અનિલ દેશમુખની EDએ ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને NCP ધારાસભ્ય અનિલ દેશમુખને PMLA કોર્ટે 6 નવેમ્બર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં મોકલી દીધા છે. અનિલ દેશમુખની EDએ ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. જે બાદ મંગળવારના રોજ તેમને વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેની ચાર દિવસની ED કસ્ટડી મંજૂર કરી હતી.

અનિલ દેશમુખ

EDએ મોડી રાત્રે અનિલ દેશમુખની ધરપકડ કરી હતી

મની લોન્ડરિંગ અને ખંડણી કેસના સંદર્ભમાં ED તરફથી અનેક સમન્સ મળ્યા બાદ અનિલ દેશમુખ સોમવારની બપોરે મુંબઈના બેલાર્ડ એસ્ટેટ ખાતેની ED ઓફિસે પહોંચ્યા હતા. લગભગ 12 કલાકની પૂછપરછ બાદ EDએ મોડી રાત્રે અનિલ દેશમુખની ધરપકડ કરી હતી.

ED લાંબા સમયથી દેશમુખને પૂછપરછ માટે સતત સમન્સ જાહેર કરી રહી હતી

ED તરફથી કહેવામાં આવ્યું હતું કે, પૂર્વ મંત્રીને પ્રશ્નોના સંતોષકારક જવાબો ન મળતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ED લાંબા સમયથી દેશમુખને પૂછપરછ માટે સતત સમન્સ જાહેર કરી રહી હતી. તે EDના પાંચ સમન્સ પર હાજર થયો ન હતો. તેની સામે તેઓ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટે ઈડીના સમન્સને રદ્દ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ તે એજન્સી સમક્ષ હાજર થયો હતો.

જાણો શું છે સમગ્ર કેસ?

ED અનિલ દેશમુખ પાસેથી મુંબઈ પોલીસને રૂપિયા 100 કરોડની વસૂલાતનો ટાર્ગેટ આપવા સંબંધિત કેસની તપાસ કરી રહી છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે દેશમુખ પર ખંજણીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગૃહમંત્રી તરીકે દેશમુખે પોલીસ અધિકારીઓને 100 કરોડની વસૂલાત કરવાનું કહ્યું હતું.

દેશમુખ વતી EDની કાર્યવાહી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા

આ આરોપોને પગલે દેશમુખે એપ્રિલમાં રાજ્યના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ મામલામાં અનિલ દેશમુખ સતત તેમના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે. તેઓ અને તેમના વકીલ સતત કહેતા રહ્યા છે કે, આ તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત છે. દેશમુખ વતી EDની કાર્યવાહી અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખીય છે કે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમત્રી અનિલ દેશમુખને ઈડીએ મની લૉન્ડ્રીગ કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. ઈડીએ મુંબઈમાં તેમના કાર્યાલયમાં અનિલ દેશમુખની 12 કલાક પૂછપરછ કરી હતી ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અનિલ દેશમુખે પોતાની સામે લાગેલા મની લૉન્ડ્રીંગના આરોપોના કારણે આ વર્ષની શરુઆતમાં પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. અનિલ દેશમુખને બૉમ્બે હાઈકોર્ટે શુક્રવારે રાહત આપવાની ના પાડી દીધી હતી. અનિલ દેશમુખે બૉમ્બે હાઈકોર્ટને તપાસ એજન્સી દ્વારા સમન રદ કરવાની અપીલ કરી હતી. સોમવાર(1 નવેમ્બર)ના રોજ એક વીડિયો નિવેદનમાં 71 વર્ષીય રાકાંપા અનિલ દેશમુખે કહ્યુ હતુ, 'મારી સામે બધા આરોપ ખોટા છે.'

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર મુંબઈના પૂર્વ પોલિસ અધિકારી પરમ બીર સિંહ દ્વારા ભ્રષ્ટાચાર અને બળજબરી વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પાસે મની લૉન્ડ્રીંગ કેસમાં ઈડીએ સોમવારે એટલે કે 1 નવેમ્બરે મોડી રાત સુધી પૂછપરછ કરી હતી.

અનિલ દેશમુખ પોતાના વકીલ સાથે સવારે સાડા અગિયાર વાગે દક્ષિણ મુંબઈના બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં સ્થિત ઈડીની ઑફિસ પહોંચ્યા હતા.અનિલ દેશમુખ છેલ્લા ચાર મહિનાથી ઘણા સમન છોડ્યા બાદ સોમવારે પહેલી વાર ઈડી સામે હાજર થયા હતા. ઈડીએ મંગળવારે સવારે કથિત રીતે 100 કરોડ રૂપિયાની બળજબરીથી વસૂલી અને મની લૉન્ડ્રીંગ કેસમાં નેતાની ધરપકડ કરી છે. અનિલ દેશમુખના વકીલે કહ્યુ કે તે મંગળવારે અદાલત સામે નેતાના રિમાન્ડનો વિરોધ કરશે.

ઈડીના અધિકારીઓએ કહ્યુ કે અનિલ દેશમુખને પીએમએલએની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ઈડીએ દાવો કર્યો કે વરિષ્ઠ રાકાંપા નેતા અનિલ દેશમુખ પૂછપરછ દરમિયાન જવાબો ટાળી રહ્યા હતા. ઈડીએ કહ્યુ કે મંગળવારે સ્થાનિક અદાલતમાં અનિલ દેશમુખને હાજર કર્યા બાદ તેમની કસ્ટડીની માંગ કરવામાં આવશે.

English summary
Former Maharashtra Home Minister and NCP MLA Anil Deshmukh has been remanded in the custody of the Enforcement Directorate (ED) by a PMLA court till November 6.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X