For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

19 વર્ષીય રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા કરી નહેરમાં ફેંકી લાશ, ભાજપ નેતાના પુત્રની ધરપકડ

પૌડી ગઢવાલની રહેવાસી 19 વર્ષની અંકિતા ભંડારીની હત્યાથી ઉત્તરાખંડના લોકોમાં ગુસ્સો છે. અંકિતા ભંડારી હત્યા કેસને લઈને શુક્રવારે લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ઋષિકેશઃ પૌડી ગઢવાલની રહેવાસી 19 વર્ષની અંકિતા ભંડારીની હત્યાથી ઉત્તરાખંડના લોકોમાં ગુસ્સો છે. અંકિતા ભંડારી હત્યા કેસને લઈને શુક્રવારે લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મંત્રી વિનોદ આર્યના પુત્ર પુલકિત આર્યની હત્યા કેસમાં આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી છે. પુલકિત આર્ય અને તેના સાગરિતોને પોલીસ પૂછપરછ માટે લઈ જઈ રહી હતી ત્યારે રોષે ભરાયેલા લોકોએ તેમને માર માર્યો હતો. હવે ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, 'પુલકિત ઉપરાંત, 35 વર્ષીય રિસોર્ટ મેનેજર સૌરભ ભાસ્કર અને 19 વર્ષીય કર્મચારી અંકિત ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે.'

આરોપી પુલકિતના રિસોર્ટ પર ચાલ્યુ બુલડોઝર

આરોપી પુલકિતના રિસોર્ટ પર ચાલ્યુ બુલડોઝર

આ મામલે મોટી કાર્યવાહી કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે કહ્યુ કે ઋષિકેશમાં વનતરા રિસોર્ટને તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. જેની માલિકી પુલકિત આર્યની છે, જેણે અંકિતા ભંડારીની કથિત રીતે હત્યા કરી હતી. પુલકિત આર્ય ઉત્તરાખંડના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા વિનોદ આર્યનો પુત્ર છે. ધામીના સ્પેશિયલ પ્રિન્સિપલ સેક્રેટરી અભિનવ કુમારે કહ્યુ કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આદેશ પર રિસોર્ટને તોડી પાડવામાં આવી રહ્યુ છે. અંકિતા ભંડારીની કથિત હત્યા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પણ જિલ્લા મેજિસ્ટ્રેટને રાજ્યના તમામ રિસોર્ટની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે મુખ્યમંત્રીએ ગેરકાયદેસર રીતે ચાલતા રિસોર્ટ સામે જરૂરી કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરવાનો આદેશ પણ આપ્યો છે.

ઋષિકેશના વનતારા રિસોર્ટમાં ગુમ થઈ હતી અંકિતા

ઋષિકેશના વનતારા રિસોર્ટમાં ગુમ થઈ હતી અંકિતા

તમને જણાવી દઈએ કે અંકિતા ભંડારી ચાર દિવસ પહેલા આ રિસોર્ટમાંથી ગુમ થઈ ગઈ હતી. આ રિસોર્ટ ઋષિકેશ-ચિલા મોટર રોડ પર ગંગા ભોગપુર વિસ્તારમાં છે. અંકિતા ભંડારી ઋષિકેશના વનતારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. અંકિતાનો મૃતદેહ 23 સપ્ટેમ્બરે મળી આવ્યો હતો. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આરોપીઓએ અંકિતાની કથિત રીતે હત્યા કરી હતી અને તેની લાશને ચિલા કેનાલમાં ફેંકી દીધી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો છે અને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ અંકિતા માટે ન્યાયની માંગ કરી છે.

કેવી રીતે કરી આરોપીની હત્યા

કેવી રીતે કરી આરોપીની હત્યા

19 વર્ષની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી થોડા દિવસો પહેલા ગુમ થઈ ગઈ હતી અને શુક્રવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યુ કે આરોપીએ વિવાદ બાદ અંકિતાને કેનાલમાં ધકેલી દેવાની કબૂલાત કરી અને કહ્યુ કે તે ત્યાં ડૂબી ગઈ હતી. ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અશોક કુમારે એએનઆઈને જણાવ્યુ કે રિસોર્ટના માલિક પુલકિત આર્યની આ કેસમાં વધુ બે આરોપીઓ સાથે ધરપકડ કરવામાં આવી છે. છોકરી(અંકિતા) પાંચ-છ દિવસ પહેલા ગુમ થઈ હતી. રિસોર્ટનો વિસ્તાર નિયમિત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતો નથી. અહીં પટવારી પોલીસ તંત્ર છે અને તે અંતર્ગત રિસોર્ટ માલિક તરફથી એફઆઈઆર નોંધવામાં આવી છે. ડીએમએ આ મામલો લક્ષ્મણ ઝુલા પોલીસને સોંપ્યો, જેણે 24 કલાકમાં મામલો ઉકેલી નાખ્યો. રિસોર્ટ માલિક આરોપી નીકળ્યો. રિસોર્ટના માલિક પુલકિત સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

English summary
Ankita Bhandari murder case: BJP leader Vinod Arya son accused Pulkit Arya arrested, Rishikesh resort demolished.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X