જનલોકપાલની લડાઇ જાન્યુઆરીમાં શરૂ કરીશું: અણ્ણા હજારે

મુંબઇ, 18 ઑક્ટોબર: સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ બુધવારે જણાવ્યું હતું કે જન લોકપાલ અને ભષ્ટ્રાચાર મુક્ત ભારત માટે જાન્યુઆરી (2013)માં પટનાથી લડાઇ શરૂ થશે.

અણ્ણા હજારેએ કહ્યું હતું કે અમે નિર્ણય કર્યો છે કે જયપ્રકાશ નારાયણે પોતાના આંદોલનની શરૂઆત કરી હતી તે સ્થળેથી અમે ભારત પ્રવાસની શરૂઆત જાન્યુઆરીમાં કરીશું. કહ્યું હતું કે હજારો યુવકોએ આ આંદોલનમાં જોડાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને ટેકનિકલ નેટવર્કની મદદથી આ સંખ્યા કરોડોમાં પહોંચી જશે. આ ઉપરાંત અણ્ણા હજારે કહ્યું હતું કે મોતિયાના ઓપરેશનના કારણે તેમના ભારત પ્રવાસમાં મોડું થઇ રહ્યું છે.

દેશમાં હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. ગત 65 વર્ષમાં રાજકીય શક્તિ વડે પરિવર્તન શક્ય બન્યું નથી. જનશક્તિ વિના પરિવર્તન શક્ય નથી. સરકાર બીજા કોઇથી નહી પણ ચૂંટણીમાં હારથી ડરે છે. પરિવર્તન લડાઇ લાંબી હશે. પૂર્વ સેના પ્રમુખ જનરલ વીકે સિંહ આજે અણ્ણા હજારેને મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X