For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અણ્ણાએ ફરી દિલ્હીમાં અનશન કરવાની આપી ચેતાવણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 21 જૂન: સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ ગુરૂવારે લોકપાલ વિધાયકના મુદ્દે યુપીએ સરકાર પોતાની પીઠમાં છરો ભોંકવાનો આરોપ લગાવતાં મજબૂત ભષ્ટ્રાચાર નિરોધક કાયદો બનાવવા માટે દબાણ બનાવવા માટે બીજી ઓક્ટોબરથી ફરી અનશન પર બેસવાની ચેતાવણી આપી છે.

75 વર્ષીય સામાજિક કાર્યકર્તાએ 'જન લોકપાલ વિધાયક'ને સંસદમાં પારિત કરાવવાની ખાતરી અપાવવામાં કેન્દ્રની અસફળતા પર નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે સરકારે આ મુદ્દે તેમની પીઠમાં છરો ભોંક્યો છે જેને લઇને 2011 પછી તે દિલ્હી અને મુંબઇમાં ઘણીવાર અનશન પર બેસી ચૂકેલા છે.

anna-hazare

અણ્ણા હજારેએ એક કાર્યક્રમમાં સંવાદદાતાઓને કહ્યું હતું કે હું ફરી એકવાર બે ઓક્ટોબરથી દિલ્હીના રામલીલા મેદાનમાં અનશન પર બેસીસ. અણ્ણા હજારે પહેલાં પણ વર્ષ 2011માં કરવામાં આવેલા વાયદાના અનુરૂપ મજબૂત લોકપાલ વિધેયક પારિત કરવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ નીત સરકારની કેટલીક વાર નિંદા કરી ચૂક્યાં છે.

તેમને થોડા અઠવાડિયા પહેલાં વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને સરકારી સંસ્થાઓમાં ભષ્ટ્રાચાર રોકવા માટે મજબૂત કાયદામાં બનાવવામાં સરકારની અક્ષમતા પર પોતાની નિરાશા વ્યક્ત કરી હતી.

English summary
Anna Hazare on Thursday accused the UPA Government of stabbing in his back on the issue of Lokpal Bill and once again threatened hunger strike from October 2 to press for a strong anti- corruption law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X