For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક માટે કોંગ્રેસનો પ્લાન, 1 થી 12માં સુધી મફત શિક્ષણ અને યુવાનોને સ્માર્ટફોનનું વચન

કોંગ્રેસે આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઘોષણાપત્ર જારી કર્યો છે. 50 પાનાંના ઘોષણાપત્રમાં 18 થી 23 વર્ષના છાત્રોને સ્માર્ટફોનનું વચન આપવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસે આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઘોષણાપત્ર જારી કર્યો છે. 50 પાનાંના ઘોષણાપત્રમાં 18 થી 23 વર્ષના છાત્રોને સ્માર્ટફોનનું વચન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે પહેલાથી 12 માં ધોરણ સુધીના છાત્રોને મફત શિક્ષણ આપવામાં આવશે. કોંગ્રેસે વચન આપ્યુ છે કે દર વર્ષે 15 થી 20 લાખ નોકરીઓ આપવામાં આવશે. કોંગ્રેસે કહ્યુ કે દરેક ગામમાં ઈન્દિરા ક્લિનિક અને શહેરમાં રાજીવ ક્લિનિક ખોલવામાં આવશે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે બધી કોલેજો અને વિશ્વ વિદ્યાલયોમાં વાઈફાઈ લગાવવામાં આવશે.

rahul gandhi

ઉલ્લેખનીય છે કે ઘોષણાપત્ર જારી કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકની જનતાના મનની વાત ધ્યાનમાં રાખીને ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો છે. તેમણે કહ્યુ કે અમે અહીંના લોકોની વાત સાંભળી છે. રાહુલે કહ્યું કે ભાજપ, આરએસએસનો ઘોષણાપત્ર લાવશે. તેમણે કહ્યું કે કર્ણાટકનું નેતૃત્વ સંભાળનાર પ્રધાનમંત્રી સિદ્ધારમૈયાએ બધા વચનો પૂર્ણ કર્યા છે. અમે ફરીથી પોતાની પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ કે ઘોષણાપત્રમાં જે કહેવામાં આવ્યું છે તે પૂરુ કરીશું.

રાહુલે કહ્યું કે પ્રત્યેક જિલ્લામાં જવા અને કર્ણાટકના લોકોની સાથે બેઠક કરવાના પ્રયાસ માટે મોઈલીનો આભાર વ્યક્ત કરુ છુ. આ ભાજપના ઘોષણાપત્રની વિપરિત છે. તેમના ઘોષણાપત્રમાં આરએસએસ અને રેડ્ડી ભાઈઓના લાભો છૂપાયેલા હશે. કોંગ્રેસ તરફથી જારી કરવામાં આવેલા ઘોષણાપત્રમાં કૃષિ, ઉર્જા, સ્વાસ્થ્ય અને પોષણ, ઔદ્યોગિક વિકાસ, આધારભૂત માળખુ, કાયદાકીય વ્યવસ્થા સહિત અન્ય ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

English summary
announcement congress in manifesto karnataka assembly election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X